ભાવનગર રાજસ્થાન હાઈકોર્ટ જજ તથા ભાવનગર યુવરાજસિંહ દ્વારા ક્રીડાંગણ તાલીમાર્થી ઓનું અભિવાદન મહારાજા કૃષ્ણકુમારસિંહજીને બાળ વયે તાલીમ આપવા માટે વર્ષ ૧૯૯૩ માં સ્થપાયેલ સ્કાઉટ – ગાઈડ પ્રવૃત્તિના શતાબ્દી વર્ષ પ્રસંગે શિશુવિહાર માં જિલ્લા સ્તરીય તાલીમ કાર્યક્રમ તા .૧૧ જૂને યોજાય ગયો. રાજસ્થાન , ઓરિસ્સા ના નિવૃત્ત જજ તથા ભાવનગર યુવરાજ શ્રી ની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલ સમારોહમાં વેકેશન દરમ્યાન ભાવનગરના ક્રીડાંગણો માં અપાયેલ જીવન શિક્ષણ અને રમત – ગમત તાલીમમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર ૭૭૧ વિધાર્થીઓને સ્કૂલબેગ તથા ૨૫ ઇન્સ્ટકટરોને રોકડ રકમ થી પુરસ્કૃત કરવામાં આવેલ… આ પ્રસંગે ભાવનગર યુવરાજ શ્રી જય વીર રાજસિંહ દ્વારા શિક્ષણમાં ક્રીડાંગણ ની અનિવાર્યતા વિષયે વાત કરતા જણાવ્યું કે ભાવનગર રાજ્ય ની પરંપરા સમગ્ર ગુજરાત માટે પ્રેરક બને છે..જસ્ટીસ ઝવેરી સાહેબે શિક્ષણમાં સ્કાઉટીંગ પ્રવૃત્તિ ની અનિવાર્યતા દર્શાવી પ્રત્યેક શાળામાં સ્કાઉટ ગાઈડ તાલીમ શરૂ કરવા તેમ દરેક ઘરમાં એક સ્કાઉટ ગાઈડ બાળક હોવો જ જોઈએ તેવી લાગણી વ્યક્ત કરી હતી…. શિશુવિહાર પ્રાંગણમાં યોજાયેલ ૮૫ માં ગ્રીષ્મ તાલીમ વર્ગના સમાપન સમારોહનું આભાર દર્શન જિલ્લા સંઘના કમિશનર શ્રી જયેશભાઈ દવે કર્યું હતું…
રાજસ્થાન હાઈકોર્ટ જજ તથા ભાવનગર યુવરાજસિંહ દ્વારા ક્રીડાંગણ તાલીમાર્થી ઓનું અભિવાદન



















Recent Comments