બાહુબલી, મગધીરા, આરઆરઆર અને ઈગા જેવી અનેક બ્લોકબસ્ટર ફિલ્મો આપનાર એસએસ રાજામૌલી આજે એટલે કે ૧૦ ઓક્ટોબરે ૪૯ વર્ષના થઈ ગયા છે. તેમનો જન્મ ૧૯૭૩માં કર્ણાટકના રાયચુર ગામમાં થયો હતો. રાજામૌલીએ તેમની ૨૧ વર્ષની કરિયરમાં એક પણ ફ્લોપ ફિલ્મ નથી આપી. તેણે લગભગ ૧૨ ફિલ્મોનું ડાયરેક્શન કર્યું અને તે બધી બ્લોકબસ્ટર રહી. તેની ફિલ્મોએ બોક્સ ઓફિસ પર ૧૨ થી ૨૦૦૦ કરોડની કમાણી કરી અને તમામ રેકોર્ડ તોડી નાખ્યા. આ જ કારણ છે કે તેને બોક્સ ઓફિસનો બાહુબલી કહેવામાં આવે છે. તેણે ૨૦૦૧માં તેની કરિયરની શરૂઆત કરી હતી. તેની પહેલી ફિલ્મ સ્ટુડન્ટ નંબર વન પણ તે જ વર્ષે આવી હતી, જે બ્લોકબસ્ટર રહી હતી. તમને જાણીને નવાઈ લાગશે કે ૧.૮૦ કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મે ૧૨ કરોડનો બિઝનેસ કર્યો હતો. એસએસ રાજામૌલી અને તેમની ફિલ્મી કરિયર સાથે જાેડાયેલી અજાણી વાતો. જેમાં ૨૦૦૧ માં, રાજામૌલીના ગુરુ રાઘવેન્દ્ર રાવે તેમને જુનિયર એનટીઆર સ્ટારર સ્ટુડન્ટ નંબરનું ડાયરેક્શન કરવાની તક આપી.
આ ફિલ્મે બોક્સ ઓફિસ પર રૂ. ૧૨ કરોડની કમાણી કરી અને રાજામૌલીની કરિયર પાટે ચડી. ૨૦૦૩માં રાજામૌલીએ તેમની બીજી ફિલ્મ સિમ્હાદ્રી બનાવી અને તેમાં પણ તેણે જુનિયર એનટીઆરને કાસ્ટ કર્યો. આ ફિલ્મ તે સમયની સૌથી વધુ કમાણી કરનાર તેલુગુ ફિલ્મ બની હતી. આ ફિલ્મના શૂટિંગ દરમિયાન રાજામૌલીએ મોહનલાલ સાથે એક પ્રોજેક્ટ પ્લાન કર્યો હતો પરંતુ બજેટની સમસ્યાને કારણે તે અધૂરો રહી ગયો હતો. ૨૦૦૪ માં, રાજામૌલીએ સઇનું ડાયરેક્શન કર્યું, જે રગ્બી ગેમ પર આધારિત હતી. નીતિન અને જેનેલિયા ડિસોઝાની આ ફિલ્મ પણ હિટ રહી હતી. ૮ કરોડના બજેટવાળી આ ફિલ્મે ૧૩ કરોડની કમાણી કરી હતી. તે જ સમયે તેણે ૨૦૦૫માં પ્રભાસ અને શ્રિયા સરન સાથે ફિલ્મ છત્રપતિ બનાવી હતી, આ ફિલ્મ પણ હિટ રહી હતી. ૮ કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મે ૨૪ કરોડની કમાણી કરી હતી.
આ પછી રાજામૌલીએ વિક્રમકુડુ, યામાડોંગા, મગધીર, મર્યાદા રામન્ના, એગા જેવી ફિલ્મોનું ડાયરેક્શન કર્યું અને આ બધી ફિલ્મો બોક્સ ઓફિસ પર બ્લોકબસ્ટર સાબિત થઈ. પછી આવ્યો બાહુબલી. ૨૦૧૫માં આવેલી આ ફિલ્મે માત્ર સાઉથમાં જ નહીં પરંતુ હિન્દી બેલ્ટમાં ધમાકો કર્યો હતો. ૧૮૦ કરોડના બજેટમાં આ ફિલ્મે ૬૫૦ કરોડ રૂપિયાની કમાણી કરી હતી. ૨૦૧૭માં રાજામૌલી ફિલ્મ બાહુબલી ધ કન્ક્લુઝન લઈને આવ્યા હતા. આ ફિલ્મે અગાઉની ફિલ્મ કરતાં વધુ તહેલકો મચાવ્યો હતો. ૨૫૦ કરોડના બજેટવાળી આ ફિલ્મે ૨૦૦૦ કરોડની કમાણી કરી હતી.
આ વર્ષે રીલીઝ થયેલી ફિલ્મ આરઆરઆર એ માત્ર દેશમાં જ નહીં વિદેશમાં પણ તહેલકો મચાવ્યો. રામ ચરણ અને જુનિયર એનટીઆર સ્ટારર આ ફિલ્મ ૫૦૦ કરોડના બજેટમાં બની હતી અને ફિલ્મે ૧૨૦૦ કરોડની કમાણી કરી હતી. રાજામૌલીની પર્સનલ લાઇફની વાત કરીએ તો તેણે ૨૦૦૧માં રમા સાથે લગ્ન કર્યા હતા. જણાવી દઇએ કે રમા પહેલાથી જ પરિણીત હતી અને એક પુત્રની માતા હતી. તેણે ૨૦૦૦માં જ તેના પતિથી છૂટાછેડા લીધા હતા. તે દરમિયાન તે ખૂબ જ મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહી હતી અને રાજામૌલીએ તેની ઘણી મદદ કરી. ત્યારબાદ બંને ધીરે ધીરે નજીક આવ્યા અને લગ્ન કરવાનું નક્કી કર્યું.
Recent Comments