fbpx
રાષ્ટ્રીય

રાજીનામું આપવાનું મન બનાવ્યા બાદ સીએમનો વિચાર બદલાયો, કહ્યું “બધુ પૂર્વ આયજિત”

મણિપુર હિંસાને લઈને રાજ્યના સીએમ સહિત કેન્દ્ર સરકાર સતત શાંતિના પગલા લઈ રહ્યા છે. ત્યારે તમને જણાવી દઈએ તો મણિપુરમાં છેલ્લા બે મહિનાથી ચાલી રહેલી હિંસા વચ્ચે મુખ્યમંત્રી એન.બિરેન સિંહે શનિવારે એક મોટો ખુલાસો કર્યો છે. મુખ્યમંત્રીએ કહ્યું કે તેમણે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું કેમ ન આપ્યું જાે કે તેમણે એ પણ ઉલ્લેખ કર્યો હતો કે તેમણે રાજીનામું આપવાનું મન બનાવી લીધુ હતું પરંતુ પછી તેમણે પોતાનો ર્નિણય બદલવો પડ્યો. સીએમ બિરેન સરમાએ રાજીનામાને લઈને અગાઉ કહ્યું હતુ કે તેઓ મણિપુરના લોકો માટે કામ કરતા રહેશે. જનતા કહી રહી છે તો હું રાજીનામું આપી દઈશ. મુખ્યમંત્રી બિરેન સિંહે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે મને લાગી રહ્યું છે કે કદાચ મેં લોકોનો વિશ્વાસ ગુમાવી દીધો છે. પરંતુ જ્યારે હું મુખ્યમંત્રી આવાસની બહાર આવ્યો ત્યારે મેં જાેયું કે ગેટની બહાર ભારે ભીડ હતી. કદાચ તેમને ખબર પડી ગઈ હતી કે હું રાજીનામું આપવા જઈ રહ્યો છું. આ દરમિયાન તેમણે મને સપોર્ટ કર્યો. મારામાં વિશ્વાસ વ્યક્ત કર્યો. આ પછી મને લાગ્યું કે કદાચ હું ખોટો હતો. લોકોનો પ્રેમ હજુ પણ મારી સાથે છે અને તે બાદ રાજીનામાનો વિચાર માંડી વાળ્યો.

રાજ્યના મુખ્યમંત્રી સીએમ બિરેન સિંહ સરમાંએ કહ્યું કે મારા સમર્થનમાં ઉભા રહેલા તમામ લોકોએ એક અવાજમાં કહ્યું કે તમારે રાજીનામું ન આપવું જાેઈએ. તે પછી મેં મારો વિચાર બદલી નાખ્યો અને રાજીનામું આપ્યું નહીં. સીએમ સિંહે કહ્યું કે જનતાના વિશ્વાસ વગર કોઈ પણ નેતા નેતા બની નથી શકતો. જનતા રાજીનામું આપવાનું કહેશે તો હું ચોક્કસથી રાજીનામુ આપીશ. જાે તેઓ મને આમ ન કરવાનું કહેશે તો હું રાજીનામું પાછું પણ લઈ શકુ છું. બિરેન સિંહે મણિપુરમાં થઈ રહેલી હિંસાને જાેતા તેમણે કહ્યું કે મેં મણિપુરમાં કેટલીક જગ્યાએ પીએમ મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના પૂતળા સળગતા જાેયા છે. ભાજપ કાર્યાલય પર હુમલો થતો જાેયો. મને શંકા છે કે શું આપણે લોકોનો વિશ્વાસ ગુમાવી દીધો છે. ત્યારે આ વિશે વિચારીને મને ખુબ ખરાબ લાગ્યું. મારી સામે વાંધાજનક ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેથી મેં રાજીનામું આપવાનું નક્કી કર્યું પરંતુ લોકોનો પ્રેમ જાેઈને મેં મારો ર્નિણય બદલી નાખવો પડ્યો. સિંહે કહ્યું કે હિંસા અંગેની વાત કરતા તે પણ જણાવ્યું હતુ કે આ સમગ્ર મામલા પાછળ બહારી શક્તિઓનો હાથ હોઈ શકે છે. મને લાગે છે કે આ પૂર્વ આયોજિત છે. તેમણે કહ્યું કે કેન્દ્ર અને રાજ્ય સરકાર રાજ્યમાં શાંતિ પુનઃસ્થાપિત કરવા માટે તમામ પ્રયાસો કરી રહી છે. તમને જણાવી દઈએ કે રાજ્યમાં ૩ મેથી હિંસા ચાલી રહી છે. ૧૦૦ થી વધુ લોકોના મોત થયા છે. હિંસાને કારણે હજારો લોકોએ પોતાના ઘર છોડી દીધા છે.

Follow Me:

Related Posts