fbpx
રાષ્ટ્રીય

રાજીવ ગાંધીની આતંકી હુમલામાં મોત બાદ ૨૧ મેના દિવસે આતંકવાદ વિરોધી દિવસ મનાવવામાં આવે છે

ભારતમાં દર વર્ષે ૨૧ મેના દિવસે આતંકવાદ વિરોધી દિવસ મનાવવામાં આવે છે. તે રાષ્ટ્રીય સદ્ધાભાવને પ્રોત્સાહન આપવા, આતંકવાદને ઘટાડવા અને તમામ જાતિઓ, સંપ્રદાયો વગેરેના લોકોમાં એકતાને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે ઉજવવામાં આવે છે. આ દિવસે સામાન્ય લોકોની વચ્ચે એક મેસેજ મોકલવાની કોશિશ કરવામાં આવે છે કે કેવી રીતે આતંકવાદી દેશને નુકસાન પહોંચે છે. આ દિવસ આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલી હિંસા વિશે જણાવવામાં આવે છે, યુવાઓને આતંકવાદી અને માનવ જીવન પર પડેલા ખોટા પ્રભાવની જાણકારી આપતા મનાવવામાં આવે છે. ૩૧ વર્ષ પહેલા આજના દિવસે ભારતના પૂર્વ પીએમ રાજીવ ગાંધીની આતંકી હુમલામાં હત્યા કરવામાં આવી હતી. ૨૧ મે ૧૯૯૧ના રોજ રાજીવ ગાંધી તામિલનાડુના શ્રીપેરમ્બુદુરમાં હતા, જ્યાં આતંકવાદી સંગઠન લિબરેશન ટાઈગર્સ ઓફ તમિલ ઈલમ દ્વારા માનવ બોમ્બ અથવા આત્મઘાતી બોમ્બ વડે હત્યા કરવામાં આવી હતી.

હત્યા બાદ વી.પી. સિંહ સરકારે ૨૧ મેના રોજ આતંકવાદ વિરોધી દિવસ તરીકે મનાવવાનું નક્કી કર્યું. આ દિવસે તમામ સરકારી કચેરીઓ અને અન્ય જાહેર સંસ્થાઓમાં આતંકવાદને નાબૂદ કરવાની પ્રતિજ્ઞા લેવામાં આવે છે. સાથે, આ દિવસનું મહત્વ દર્શાવતા ડિજિટલ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા આતંકવાદ વિરોધી સંદેશાઓ મોકલવામાં આવે છે. અમે ભારતવાસી પોતાના દેશની અહિંસા અને સહનશીલતાની પરંપરામાં દ્દઢ વિશ્વાસ રાખીએ છીએ અને નિષ્ઠાપૂર્વક શપથ લઈએ છીએ કે અમે તમામ પ્રકારના આતંકવાદ અને હિંસાનો સામનો કરીશું. અમે માનવ જાતિના તમામ વર્ગોની વચ્ચે શાંતિ, સામાજિક અને સદ્ધભાવના તથા સૂઝબૂઝ કાયમ કરવા અને માનવ મૂલ્યોને જાેખમમાં મૂકવા અને વિક્ષેપકારક શક્તિઓ સામે લડવા માટે પણ શપથ લઈએ છીએે. ભારતમાં આતંકવાદી સતત ઘૂસણખોરી કરવાની કોશિશ કરે છે અને ઘણી વખત સફળ પણ થઈ જાય છે. લોકસભાની એક રિપોર્ટ અનુસાર, છેલ્લા ચાર વર્ષોમાં આતંકવાદીઓએ ૩૫૦થી વધુ વખત ભારતીય સરહદમાં ઘૂસવાની કોશિશ કરી છે. વર્ષ ૨૦૧૮માં ૧૪૩ વાર, ૨૦૧૯માં ૧૩૮ વાર, ૨૦૨૦માં ૯૯ વખત અને વર્ષ ૨૦૨૧માં ૭૭ વખત ભારતમાં ઘૂસણખોરી કરવાની કોશિશ કરી હતી.

Follow Me:

Related Posts