અમરેલી

રાજુલાનાં કાતર ગામે ધોળે દિ’એ દીપડો ગામમાં આવી ચડતા ફફડાટ

રાજુલાનાં કાતર ગામે    ધોળા દિવસે દીપડો ગામની અંદર ઘુસી ગયો હતો અને ધોળા દીપડો ગામની અંદર ઘુસતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો અને કાતર ગામની અંદર ઠાકર મંદિરમાં દીપડો ઘુસી ગયો અને દીપડાને મંદિરનાં એક 1મમાં પુરી દીધો છે. અને દીપડાના સમાચાર મળતા લોકોનાં   ટોળેટોળા એકઠા થયા હતા અને ફોરેસ્‍ટ વિભાગની ટીમ ઘટના સ્‍થળે પહોંચી હતી અને દીપડાનેરેસ્‍કયુ કરવાની કામગીરી હાથ ધરી છે અને મોડી કલાકો સુધી રેસ્‍કયુ ઓપેરશન ચાલશે અને વનવિભાગ ઘ્‍વારા પાંજરૂ ગોઠવી રેસ્‍કયુ ઓપરેશન કરવાની કવાયત શરૂ કરી દેવાઈ છે. જો કે રહેણાંક વિસ્‍તારમાંથી રેસ્‍કયુ ઓપરેશન કરવું વન વિભાગ માટે પડકારજનક હોય છે. જેથી રેસ્‍કયુ ઓપરેશન મોડી રાત સુધી ચાલી શકે તેમ છે.

Related Posts