અમરેલી

રાજુલાનાં સરકારી દવાખાનામાં રૂપિયા સવા કરોડનાં ખર્ચે ‘‘સીટી સ્‍કેન” મશીનની સુવિધા મળશે

રાજુલા-જાફરાબાદ- ખાંભાનાં યુવા ધારાસભ્‍ય અંબરિષ ડેરે સ્‍થાનિક ગામજનોને સીટી સ્‍કેન માટે મહુવા, અમરેલી તરફ જવું ન પડે તે માટે તેમને મળતી ગ્રાન્‍ટમાંથી રૂપિયા સવા કરોડ જેવી રકમ સીટી સ્‍કેન મશીન માટે ફાળવવાની જાહેરાત કરી છે.

તેઓએ જણાવ્‍યું હતું કે, છેલ્‍લા રપ વર્ષથી આ વિસ્‍તારમાં અનેક સમસ્‍યાઓનું નિરાકરણ થયું ન હતું પરંતુ તેઓનાં 4 વર્ષનાં કાર્યકાળ દરમિયાન અનેક પ્રકારની વર્ષો જુની સમસ્‍યાનું નિરાકરણ કરવામાં આવી રહૃાું છે. જે અંતર્ગત હવે સીટી સ્‍કેન મશીનની સુવિધા પણ આગામી 3 મહિનામાં રાજુલાનાં સરકારી દવાખાનામાં શરૂ થશે તેમ અંતમાંજણાવ્‍યું હતું.

Related Posts