સરકાર દ્વારા નોકરી માટેની પરીક્ષાના પ્રશ્નપત્રો અસામાજિક તત્વો ફોડી નાંખે છે તેવું નથી પણ કેટલાંક ઈસમો નોકરી મેળવવા માટે પોતાના જરૂરી દસ્તાવેજોમાં છેડછાડ કરી નોકરી મેળવી લેતા હોય છે. તેવો જ એક બનાવ અમરેલી જિલ્લામાં બનતા આ અંગે અમરેલી સીટી પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.
ભારતીય ટપાલ વિભાગ ગુજરાત સર્કલ દ્વારા ગત તા. ર1/1ર/ર0ના રોજ જાહેર કરેલ નોટિફિકેશનથી ગ્રામીણ ડાક સેવક, બ્રાંચ પોસ્ટ માસ્તર, આસી. પોસ્ટ પોસ્ટ માસ્તર, ડાક સેવકની વિવિધ જગ્યાઓ માટે ધો.-10ના મેરીટ ઉપર ભરતી બહાર પાડેલ હતી.
આ ભરતીમાં રાજુલા તાલુકાના હિંડોરણા ગામે રહેતા અશોક દેવશીભાઈ ધાપા નામના ઈસમે ઉમેદવાર તરીકે ફોર્મ ભરી પોતાની ધો.10ની ખોટી અને બનાવટી માર્કશીટ-ર004ની બનાવી ભરતી બોર્ડમાં ખોટી માહિતી પૂરી પાડી હતી. અને તે માર્કશીટ સાચી હોવાની બાહેધરી આપી. ગ્રામીણ ડાક સેવક, બ્રાંચ પોસ્ટ માસ્તર તરીકેની નોકરી મેળવી લઈ ગત તા.14/9થી લઈ તા.ર8/1ર સુધીનો પગાર મેળવી સરકાર સાથે છેતરપીંડી કર્યા અંગેની ફરિયાદ અમરેલી સીટી પોલીસ સ્ટેશનમાં નોંધાતા પોલીસે આઈપીસી કલમ 177, 4ર0, 46પ, 467, 468, 471, 474 મુજબ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અને આરોપીનીપોલીસે અટકાયત કરેલ છે.
Recent Comments