અમરેલી

રાજુલાના કોટડી ગામે ચાઈનીઝ દોરીનું વેચાણ કરતાં ઈસમને પકડી પાડતી અમરેલી એલ.સી.બી. ટીમ

આગામી સમયમાં આવનાર મકરસંક્રાતિના તહેવાર દરમિયાન કેટલાક ઇસમો પોતાના આર્થિક ફાયદા સારૂ પ્રતિબંધિત ચાઇનીઝ દોરા , નાયલોન દોરા તથા ચાઇનીઝ લેન્ટર્ન ( ચાઇનીઝ તુકકલ ) નું વેચાણ કરતા હોય , પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકાર સાહેબશ્રી , ગુજરાત રાજય ગાંધીનગર નાઓએ ગુજરાત રાજ્યમાં ચાઇનીઝ દોરા , નાયલોન દોરા તથા ચાઇનીઝ લેન્ટર્ન ( ચાઇનીઝ તુકકલ ) ઉપયોગ પર મૂકવામાં આવેલ પ્રતિબંધનું ચુસ્તપણે પાલન કરાવવા વહીવટી તંત્રને સૂચના આપવામાં આવેલ હોય , જે અન્વયે અમરેલી જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી ગૌરાંગ મકવાણા સાહેબ તરફથી જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવેલ છે .

ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમા પ્રતિબંધિત ચાઇનીઝ દોરા , નાયલોન દોરા તથા ચાઇનીઝ લેન્ટર્ન ( ચાઇનીઝ તુકકલ ) નું વેચાણ કરતા ઈસમોને પકડી પાડવા સુચના આપેલ હોય , અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓએ અમરેલી જીલ્લામા આગામી મકરસંક્રાતિ અન્વયે પ્રતિબંધિત ચાઇનીઝ દોરા , નાયલોન દોરા તથા ચાઇનીઝ લેન્ટર્ન ( ચાઇનીઝ તુકકલ ) નું વેચાણ કરતા ઇસમો વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા અમરેલી જિલ્લા પોલીસને માર્ગદર્શન આપેલ હોય.

જે અન્વયે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ . શ્રી એ . એમ . પટેલ નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમે રાજુલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ દરમિયાન બાતમી હકિકત આધારે રાજુલા તાલુકાના કોટડી ગામેથી એક ઇસમને ચાઇનીઝ દોરાનું વેચાણ કરતા પકડી પાડી , પકડાયેલ આરોપી તથા મુદ્દામાલ આગળની કાર્યવાહી થવા સારૂ રાજુલા પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે . પકડાયેલ આરોપીની વિગતઃ રાકેશ ભગવાનભાઇ સાંખટ , ઉં.વ .૨૧ , રહે.કોટડી , તા.રાજુલા , જિ.અમરેલી ,

→ પકડાયેલ મુદ્દામાલની વિગતઃ મોનોસ્કાય ( પ્લાસ્ટીક દોરી ) રીલ નંગ – ૪૦ કુલ કિ.રૂ .૧૨,૦૦૦ / – નો મુદ્દામાલ

આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ તથા પો.સ.ઇ.શ્રી વી.વી.ગોહિલ તથા એલ.સી.બી. ટીમના એ.એસ.આઇ. બહાદુરભાઈ વાળા તથા પો.કોન્સ . વિનુભાઇ બારૈયા , યુવરાજસિંહ વાળા , લીલેશભાઇ બાબરીયા , ગોકળભાઇ કળોતરા દ્વારા કરવામાં આવેલ છે .

Related Posts