ખાનગી કંપની દ્વારા રાજુલા સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલને વેક્સીન રેફ્રીજરેટર ભેટ સ્વરૂપે અર્પણ
પૂર્વ સંસદીય સચિવ શ્રી સોલંકી અને મહાનુભાવોએ પોલીસ દળની પરીક્ષા આપતા ઉમેદવારોને પુસ્તિકાઓનું વિતરણ કર્યું
મહાનુભાવોના હસ્તે આ વિસ્તારના નવનિયુક્ત સરપંચશ્રીઓનું સન્માન કરાયું
રાજુલાના ચાંચ ખાતે ભારત દેશના કેન્દ્રીય કેબિનેટ મંત્રી શ્રી પરષોત્તમભાઈ રૂપાલા અને ગુજરાત રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના રાજ્યકક્ષાના મંત્રી અને અમરેલી જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી આર. સી. મકવાણાની ઉપસ્થિતિમાં ખાસ કાર્યક્રમ સંપન્ન થયો હતો. કાર્યક્રમમાં મંત્રીશ્રીઓએ પોતાની આગવી શૈલીમાં પ્રાસંગિક ઉદબોધન કરી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા.
કાર્યક્રમમાં પૂર્વ સંસદીય સચિવ શ્રી હીરાભાઈ સોલંકી અને ઉપસ્થિત સૌ મહાનુભાવો દ્વારા તાજેતરમાં પોલીસ વિભાગ દ્વારા લેવામાં આવેલી પોલીસ દળની ભરતીમાં ગ્રાઉન્ડની પરીક્ષા પાસ કરેલા ઉમેદવારોને લેખિત પરીક્ષામાં કામ લાગે તેવી ૩૦૦ જેટલી પુસ્તિકાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ ઉપરાંત ખાનગી કંપનીના માલિક જેસલ દોશી દ્વારા રાજુલા સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલને વેક્સીન રેફ્રીજરેટર ભેટ સ્વરૂપે અર્પણ કરવામાં આવ્યું હતું. તેમજ તાજેતરમાં ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં વિજેતા બનેલા તમામ નવનિયુક્ત સરપંચશ્રીઓનું મહાનુભાવોના હસ્તે શાલ અને મેમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં એનસીયુઆઈના ચેરમેન શ્રી દિલીપભાઈ સંઘાણી, સાંસદ શ્રી નારણભાઈ કાછડીયા જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કૌશિકભાઈ વેકરીયા, અમર ડેરીના ચેરમેન શ્રી અશ્વિનભાઈ સાવલીયા અને સ્થાનિક અગ્રણીશ્રીઓ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ અને બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.
Recent Comments