રાજુલાના જુની કાતર ગામે ગાયને પથ્થર મારી મોત નિપજાવનાર આરોપીને પકડી પાડતી રાજુલા પોલીસ ટીમ
રાજુલા પોલીસ સ્ટેશન હદ વિસ્તારના જુની કાતર ગામે પશુપાલક વિનુભાઇ દાનાભાઇ બોહરીયાની માલીકીની ગાયને એક ઇસમે માથાના ભાગે પથ્થરના ઘા મારી પશુ પ્રત્યે કુર વર્તન કરી ગાયનુ મોત નિપજાવી ધાર્મિક લાગણી દુભાય તેવુ કૃત્ય કરેલ હોય અને આ પ્રકારના ગંભીર બનાવ સબબ ગૌરક્ષકો નારાજ થયેલ હોય અને આરોપીને તાત્કાલીક પકડી ધોરણસરની કાર્યવાહી કરવાની માંગ હોય જે બનાવ અનુસંધાને હેઅમરેલી પોલીસ અધિક્ષક શ્રી હિમકર સિંહ સાહેબ તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી કે.જે.ચૌધરી સાહેબનાઓએ આ ગુન્હાના આરોપીને તાત્કાલીક ધોરણે પકડવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ હોય.
જે અન્વયે રાજુલા પો.સ્ટેના પો.ઇન્સ . શ્રી , એ.એમ.દેસાઇ સાહેબની સુચના અને માર્ગદર્શન નીચે રાજુલા પો.સ્ટે.ના ગુ.ર.નં ૧૧૧૯૩૦૫૦૨૨૦૮૨૧ IPC કલમ ૪૨૯ , ૨૯૫ તથા G.P.Ac ત કલમ ૧૧૯ તથા પશુઓ પ્રત્યે કૃરતા પ્રતિબંધ અધિનિયમની કલમ ૧૧ ( ૧ ) ( એલ ) મુજબના કામે આરોપીને પકડવા જુદી જુદી ટીમો બનાવી જુલા પો.સ્ટે.ના પો.સબ ઇન્સ એસ.ડી.જેઠવા તથા એ.એસ.આઇ. ડી.ડી.મકવાણા તથા હેડ કોન્સ.પી.વી.પંડયા તથા હેડ કોન્સ એ.જી.સોલંકી તથા પો.કોન્સ સુરજભાઇ બાંભણીયા નાઓ દ્વારા આરોપીને ગણતરીની કલાકોમા ચોકકસ બાતમી આધારે પકડી પાડેલ છે .
→ પકડાયેલ આરોપીઓની વિગત મનુભાઇ દેવાભાઇ બાંભણીયા ઉ.વ .૨૫ ધંધો મજુરી રહે.જુની કાતર તા.રાજુલા જી.અમરેલી 5
Recent Comments