અમરેલી

રાજુલાના ડુંગરમાં વાવાઝોડાના ર0 દિવસ બાદ મોબાઇલ નેટવર્ક બંધ

રાજુલાતાલુકાના ડુંગર ગામે મોબાઈલ નેટવર્કનાં ધાંધીયા જોવા મળ્‍યાં. ર0 દીવસ વાવાઝોડાને થઇ ગયા તો પણ હાલમાં મોબાઈલ નેટવર્કથી ગ્રામજનો વંચિત છે અને ગ્રામજનો મોબાઈલ નેટવર્કથી ત્રાહિમામ પોકારી ગયા છે. લોકોમાં ભારે રોષ જોવા મળ્‍યો હતો. તો હવે લોકોના મોબાઈલ નેટવર્ક કયારે આવશે ? તેવો પ્રશ્ન ઉઠવા પામ્‍યો છે. તો હવે આ ખાનગી કંપનીના ટાવરો કયારે ઉભા કરશે. જેમ કે એરટેલ, વોડાફોન, બીએસએનએલ જેવા અનેક ટાવરોના નેટવર્ક આવતા નથી. તો હવે તાત્‍કાલિક ધોરણે ખાનગી કંપનીઓનાં નેટવર્ક શરૂ કરવામાં આવે તેવી ગ્રામજનોની માંગ ઉઠી છે.

Related Posts