રાજુલાના પીપાવાવ માર્ગ પર 3 સિંહો શાનદાર રીતે લટાર મારતા જોવા મળ્યા
રાજુલાના પીપાવાવ માર્ગ પર 3 સિંહો શાનદાર રીતે લટાર મારતા જોવા મળ્યા હતા. ઝરમર ઝરમર વરસતા વરસાદમાં વનરાજો ભીંજાતા જોવા મળ્યા હતા. 12 મિનિટ સુધી 3 સિંહો રોડ પર જ ચક્કર લગાવતા રહ્યા જેનાથી વાહનો પણ થંભી ગયા હતા. રાજુલાના પીપાવાવ હાઇવે પર 3 સિંહોએ કર્યો ટ્રાફિક જામ કર્યો. 1 સિંહણ અને 2 પાઠડા સિંહોએ વરસતા વરસાદમાં ટ્રાફિક જામ કર્યો હતો. બંને બાજુ વાહનો વચ્ચે સિંહોએ વરસતા વરસાદમાં બિન્દાસ રીતે આંટા ફેરા મારતા હતા. વાહનચાલકોને રોડ પર સિંહ દર્શનનો અદભુત અનુભવ થયો હતો. રાજુલાના બૃહદ વિસ્તારોમાં છે સિંહોનું સામ્રાજ્ય છે.
Recent Comments