fbpx
અમરેલી

રાજુલાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ડુંગર નીચે આવતા કુંભારીયા ગામ ખાતે હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરનું ખાતમુહૂર્ત

આજ રોજ રાજુલાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ડુંગર નીચે આવતા કુંભારીયા ગામ ખાતે હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરનું ખાતમુહૂર્ત પૂર્વ સંસદીય સચિવ હીરાભાઈ સોલંકીએ કર્યું. આરોગ્ય સુવિધા એ દરેક સમાજની પાયાની જરુરિયાત છે અને ગુજરાતની જનતાને ઉત્તમોત્તમ સ્વાસ્થ્ય સુવિધાઓ મળતી રહે તે માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે.

આ તકે ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ, આરોગ્ય વિભાગના કર્મચારીઓ, સ્થાનિક આગેવાનો, કાર્યકર્તાઓ, તેમજ મોટી સંખ્યામાં  કુંભારીયા ગામના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

આજરોજ રાજુલાના કુંભારીયા ખાતે બની રહેલ જોલાપરી નદી પર પુલના કામની મુલાકાત સમીક્ષા કરી હતી સાથે આગેવાનો સાથે રૂબરૂ ચર્ચા વિચારણાઓ કરી હતી

આ તકે સરપંચ ભરતભાઇ રાદડિયા જીતુભાઈ સાવલિયા જયસુખ ભાઈ સાવલિયા મગનભાઈ ગોબરભાઇ શેલડીયા કાળુભાઈ સોલંકી મધુભાઈ મુખી ભરતભાઈ બારીયા ખીમજીભાઈ જેઠવા ભરતભાઇ જોશી ચંપકભાઈ જોશી ઉપેન્દ્રભાઈ વડીયા તેમજ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો હરસુરભાઈ લાખણોત્રા જીલુભાઇ બારીયા મુકેશભાઈ ગુજરીયા સહિતના કાર્યકર્તાઓ આગેવાનો ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા

Follow Me:

Related Posts