fbpx
અમરેલી

રાજુલાના બાબરીયાધાર અને ખાંભાના મોટા સમઢિયાળા ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો

 રાજ્ય સરકારની જનકલ્યાણલક્ષી વિવિધ સેવાઓ અને યોજનાઓનો લાભ નાગરિકોને સરળતાથી ઘરઆંગણે મળી રહે અને તેમને ઓછામાં ઓછી મુશ્કેલી થાય તેવા પારદર્શી અભિગમ તેમજ સુશાસન નેમ સાથે રાજ્યવ્યાપી સેવા સેતુ કાર્યક્રમના ૧૦મા તબક્કાનો રાજયવ્યાપી પ્રારંભ થયો છે.તા.૩૧ ઓક્ટોબર સુધી રાજયભરમાં યોજાનાર આ સેવા સેતુ કાર્યક્રમના ૧૦મા તબક્કા અંતર્ગત તાલુકા દીઠ ૩ અને નગરપાલિકા-મહાનગરપાલિકા દીઠ બે સેવા સેતુ કાર્યક્રમ આયોજિત થાય તે પ્રકારે આયોજન નક્કી કરવામાં આવ્યુ હતુ.  રાજ્ય સરકારના વિવિધ વિભાગોની ૫૫ જેટલી જનકલ્યાણલક્ષી સેવા-સુવિધા સેવા સેતુમાં નાગરિકોને સ્થળ પર પૂરી પાડવાનો ઉદ્દેશ્ય છે.  સેવા સેતુ કાર્યક્રમ એ રાજ્ય સરકારના જનકલ્યાણલક્ષી અભિગમનું એક પરિમાણ છે.  સેવા સેતુ કાર્યક્રમના માધ્યમથી અરજદારોની  અરજીઓનો સ્થળ પર જ હકારાત્મક રીતે ઉકેલ આવી રહ્યો છે.

અમરેલી જિલ્લાના રાજુલાના બાબરીયાધાર અને ખાંભાના મોટા સમઢિયાળા મુકામે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો. ગંગા સ્વરુપ આર્થિક સહાય યોજના તેમજ વૃદ્ધ સહાય યોજના અંતર્ગત લાભાર્થીઓને હુકમનું સ્થળ પર વિતરણ કરવામાં આવ્યુ હતુ.રાજ્ય સરકારની વિવિધ પ્રકારની સેવાઓનો લાભ લાભાર્થીઓને ઘર આંગણે આપવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, સેવા સેતુ કાર્યક્રમમાં રાશનકાર્ડમાં નામ સુધારણા,  આવકના દાખલા,  નોન ક્રિમિલેયર સર્ટિફિકેટ,  આરોગ્ય ચકાસણી સહિતની અરજીઓ અન્વયે સ્થળ પર જ અરજીઓનો હકારાત્મક નિકાલ કરવામાં આવે છે. રાજ્ય સરકારના પારદર્શી અભિગમ સુશાસન વ્યવસ્થા અંતર્ગત સેવા સેતુ કાર્યક્રમ દ્વારા નાગરિકોની વિવિધ સમસ્યાઓનું નિવારણ અરજદારોને ત્વરાએ મળી રહે તે માટે પારદર્શી શાસન વ્યવસ્થા કાર્યરત છે.

Follow Me:

Related Posts