રાજુલાના મારુતિધામે ગરીબોને જમાડનાર પ્રભુદાસબાપુનું નિધન.બપોરે 3 વાગે સમાધિ આપવામાં આવી .અંતિમ દર્શન માટે લોકો ઉમટી પડ્યા
રાજુલાના મારુતિધામે ગરીબોને જમાડનાર પ્રભુદાસબાપુનું નિધન. શહેરીજનોમાં ઘેરો શોક આગેવાનોએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી.
આજે બપોરે 3 વાગે સમાધિ આપવામાં આવી .અંતિમ દર્શન માટે લોકો ઉમટી પડ્યા
રાજુલા શહેરમાં આવેલ મારુતિ ધામ ખાતે વર્ષોથી સેવા પૂજા કરતા પૂજ્ય પ્રભુદાસ બાપુનું નિધન થતાં શહેરીજનોમાં શોક વ્યાપી જવા પામ્યો હતો.પ્રભુદાસ બાપુ દ્વારા છેલ્લા 32 વર્ષોથી રાજુલા શહેરમાં ઘરે ઘરે જઈ રોટલો અને શાક એટલે કે રામરોટી એકત્રિત કરી ને મારુતિ ધામ ખાતે આવતા દરેક ગરીબો તેમજ ભિક્ષાવૃત્તિ કરતા નિરાધાર લોકોને જમાડતા હતા. આ સેવા રાજુલા શહેરમાં વર્ષોથી ચાલી રહી હતી આજ રોજ તેમનું દુઃખદ નિધન થતાં બહોળી સંખ્યામાં તમામ સમાજ ના લોકો સમાધિયાયાત્રા માં જોડાયા હતા સમગ્ર વિસ્તાર માં શોક વ્યાપી જવા પામ્યો હતો.પૂર્વ સંસદીય સચિવ હીરાભાઈ સોલંકી .ધારાસભ્ય અંબરીષભાઈ ડેર ..પાલિકા પૂર્વ પ્રમુખ સંજયભાઈ ધાખડા. વનરાજભાઈ વરૂ ..છત્રજિતભાઈ ધાખડા ..રવુભાઈ ખુમાણ .દિલીપભાઈ જોષી .મહેન્દ્રભાઈ ધાખડા .વીરભદ્રભાઈ ડાભીયા .સહિતના આગેવાનોએ પ્રભુદાસ બાપુને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને આ સંતની સદાય રાજુલા શહેર ને ખોટ વર્તાશે
Recent Comments