fbpx
અમરેલી

રાજુલાના યૂવા અગ્રણી સમીર કનોજીયાને ગુજરાત ફકીર સમાજ દ્વારા યૂવા સભ્યની જવાબદારી સોંપાઈ

રાજૂલા શહેરમા દરેક સમાજ પ્રત્યે જેના નામનો વાહ વાહ છે એવા સદ્દભાવના યૂવા ગૂપના પ્રમુખ તેમજ અમરેલી જીલ્લા ભાજપ લધુમતી મોરચા પ્રભારી સમીરભાઈ કનોજીયા જે દરેક સમાજમા લોકો સાથે ખૂબ મોટું મિત્ર મંડળ.અને સેવાકીય કાર્યમા હમેશાં સેવા આપે છે.તેમજ અમરેલી જીલ્લામા વધૂ રકતદાન કેમ્પનુ આયોજન પણ કરેલ છે.રાજૂલા શહેરના એજયુકેશન માટે ઉપયોગી કાયઁ અને.હોસ્પિટલમાં જરુરીયાત મંદ લોકોને મદદરૂપ થવા હમેશા અગ્રેસર રહે છે એવા સમીરભાઈ કનોજીયાને ગુજરાત ફકીર-દીવાન સમાજ દ્વારા પ્રદેશ યૂવા સભ્ય તરીકેની જવાબદારી સોંપી છે.આ વરણી.ગુજરાત ફકીર-દીવાન સમાજના પ્રમુખ એ બી ફકીર સાહેબ દ્વારા કરવામાં આવી છે ત્યારે સમીરભાઈ કનોજીયાને દરેક મુસ્લિમ સમાજ તેમજ મિત્રોએ સોસીયલ મીડીયા અને ફોન દ્વારા શુભેચ્છાઓ આપી હતી

Follow Me:

Related Posts