રાજુલાના હિંડોરણા ગામે મૈત્રી કરારથી રહેતી મહિલાએ સંતાનોની ચિંતામાં ગળાફાંસો ખાધો
મોટા શહેરોની જેમ હવે નાના શહેરો અને ગામડાઓમાં પણ મૈત્રી કરારથી રહેવાનું ચલણ વધી રહ્યું છે. આ દરમિયાન રાજુલાના હિંડોરણા ગામે છૂટાછેડા બાદ મૈત્રી કરારથી અન્ય પુરુષ સાથે રહેતી મહિલાએ સંતાનોની ચિંતામાં ગળાફાંસો ખાઇ લીધો હતો. જેના કારણે તેનું મોત થયું હતું. હિતેશભાઇ ભરતભાઇ સોલંકી (ઉ.વ.૩૨)એ પોલીસમાં જાહેર કર્યા મુજબ તેઓ અને હંસાબેન મૈત્રી કરારથી સાથે રહેતા હતા. આ દરમિયાન તેને છોકરાઓની ચિંતા કોરી ખાતી હતી. જેને લઈ તેણે બે દિવસ પહેલા લાગી આવતા પોતાની મેળે ગળા ફાંસો ખાઇ લેતા મોત થયું હતું. પરિણીતાના આ પગલાથી બે પરિવાર વિખાઈ ગયા હતા. રાજુલા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. રાજુલા પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ બી.ડી. અમરેલીયા વધુ તપાસ કરી રહ્યા છે.
Recent Comments