રાજુલામાંથી પસાર થતો નેશનલ હાઈવે એક તરફ માર્ગ બનતો જાય ને બીજી તરફ બનેલ માર્ગ બિસ્માર બનતો જાય
રાજુલાથી મહુવા નેશનલ હાઈવે નંબર 8 ઈ ના રોડ-રસ્તાઓની અતિ દયનીય હાલત બની ગઈ છે અને રસ્તાઓ પર પાવડરની જેમ ધુળની ડમરીઓ ઉડે છે. રાજુલાથી મહુલા 40 કિલોમટીર થાય છે અને આ રોડની એવી અવદશા છે કે નાના-મોટા અનેક વાહનો આ રસ્તાઓથી પરેશાન થઈ રહૃાો છે અને 40 કિલોમીટર મુસાફરી માટે દોઢથી બે કલાકનો સમય લાગે છે. આ રોડ રીપેર કરવામાં પણ તંત્ર સમજતું નથી અને સોમનાથ- ભાવનગર નેશનલ હાઈવેનું કામ ર016થી શરૂ થયું ત્યારથી વિવાદમાં રહૃાું છે. અનેક નાના-મોટા ખાડાને કારણે વાહનચાલકો એટલા હેરાન-પરેશાન થઈ ગયા છે અને વારંવાર અકસ્માત થઈ રહૃાાં છે. આ રોડને ખાડા પુરવા માટે કોન્ટ્રાકટ અપાયો હશે પરંતુ આ રોડના ખાડા એક પુરે અને ત્રણ ખાલી પડયા હોય છે. આ ખાડા પુરવાનો કોઈ અર્થ જ નથી. આ ખાડા બુરતી વખતે કોઈ જવાબદાર વ્યકિત ત્યાં હાજર હોતાનથી અને આ રેઢીયાળ તંત્ર અને મજૂર લોકો જેમ ફાવેતેમ આવા ખાડા પુરીને સંતોષ માને છે. તો આમ જનતાનું કોણ ? શા માટે ખાડાઓ સરખા પુરવામાં આવતા નથી ? અહી બીચારા વાહનચાલકો મુસાફરીથી ત્રાહીમામ પોકારી ગયા છે પરંતુ નેશનલ હાઈવે તો તમારે નથી બનાવવો. તો ખાડાઓ સરખા પુરો જેથી કરીને લોકો મુસાફરી તો કરી શકે અને રાજુલાથી વિકટર સુધી રોડ અત્યંત ખરાબ જોવા મળે છે. તંત્રને ખાડા પુરવા માટે કોન્ટ્રાકટ અપાયો છે પણ મહુવાથી વિકટર સુધી ખાડા પુરવામાં આવ્યા છે પણ થોડા દિવસોમાં જ ખાડા ઉખડવા લાગ્યા છે. હવે વિકટરથી રાજુલા જવા માટે છેલ્લા પંદર દિવસથી આ રોડનું કામ બંધ હાલતમાં પડયું છે અને સાંભળવા મળે છે કે અમારી પાસે અત્યારે ડામર નથી તો શું નેશનલ હાઈવે પાસે પૈસા નથી ? કે કામ કરવું નથી ? અને લોકોને હેરાન પરેશાન કરવા માટે ઈરાદાપૂર્વક આવું કામ કરતા હોય તેવું લોકમુખે ચર્ચાઈ રહૃાું છે અને જો કામ કરવું હોય તો સારૂ કરો ઝડપી કરો અને બંધ પડેલું કામ વહેલામાં વહેલીતકે પુરૂ કરે તેવી લોકોની માંગ ઉઠી છે.
પરંતુ તંત્રને સંભળાતું નથી તેવું લાગે છે. હવે વિકટરથી રાજુલા સુધીના રોડને ઝડપી ચાલું કરવા માટે આ તંત્ર આળશ ખંખેરશે કે કેમ તે જોવાનું રહૃાું અને નેશનલ હાઈવે કરવામાટે 3 વર્ષની મુદત હતી પણ 6 વર્ષ થવા આવ્યા છતાં પણ હજુ પ0% પણ રોડનું કામ પુરૂ થયું નથી. તો હવે કયારે થશે એમ લોકો ચર્ચા કરી રહૃાાં છે. આ રોડ ઉપર બાર જયોર્તિલિંગનાં પ્રથમ સોમનાથ જયોતિર્લિંગ આવેલું છે પ્રવાસન સ્થળ છે સાથે સાથે તુલસીશ્યામ પણ એક ઐતિહાસિક સ્થળ છે અને દેવ ગુપ્ત પ્રયાગ જેવા અનેક તિર્થ સ્થળો અને ફરવાલાયક સ્થળો છે. ત્યાં જવા માટે એક રોડ સારો બનાવે એમ વાહનચાલકો, રાહદારીઓ અને મુસાફરો પણ હવે તો આવા રોડથી એટલી હદે કંટાળી ગયા છે કે ફરવાના સ્થળને વિાસ કરવા માટેની યોજના છે તે આ યોજના સફળ કેમ થઈ શકશે. સરકારને શું ખબર નહી હોય કે આ રસ્તો અત્યંત ખરાબ છે અને કોઈ કહેવાનું છે કે કેમ આવા કોન્ટ્રાકટરોને સરકાર તરફથી કોઈ દબાણ કે સુચના અને માર્ગદર્શન અપાતું નહી હોય હવે તો હદ થઈ છે. આ નેશનલ હાઈવેની રાજુલાથી મહુવા અપડાઉન કરતા બાઈક સવારો અને ફોર વ્હીલવાળા તો એટલી હદે કંટાળી ગયા છે કે ના છુટકે રાજુલાના ડુંગર ગામ ઉપર થઈને મહુવા જઈ રહૃાા છે અને આઠ કિલોમીટર વધારે ફરવું પડે છે અને એમાં સમય, પેટ્રોલ અને વધારે મુશ્કેલી પણ પડી રહી છે. હવે જોવાનું રહૃાું આ રોડનું કામ શરૂ કરવામાં આવશે તેવી લોકોની માંગણી છે અને આ રોડનું કામ કયારે શરૂ થશે તેતો હવે આવનારો સમય બતાવશે.
Recent Comments