રાજુલામાં કોળી સમાજ દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર સુપ્રત
રાજુલા તાલુકાની પ્રાંત કચેરી ખાતે કોળી સમાજ રાજુલા દ્વારા પ્રાંત અધિકારી કે. એસ. ડાભીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને હાલમાં થોડા દિવસ પહેલા જ જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાનાં પાદરડી ગામે ભારત દેશની રક્ષા કાજે આર્મીમાં ફરજ બજાવતા કાનાભાઈ ગોવિંદભાઈ કેશવાળાને જુનાગઢ જિલ્લાની પોલીસ દ્વારા ઢોરમાર મારવામાં આવ્યો છે અને જે કેસ દાખલ કરવામાં આવ્યા છે. તે પાછા ખેંચવા અને જે લોકોએ માર માર્યો છે. તેને નોકરી ઉપરથી કાયમી હટાવવામાં આવે તે બાબતે સર્વે સમાજ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને આ પ્રકારની ગુંડાગીરી પોલીસ દ્વારા ફૌજી સાથે તો ઠીક પણ એક સામાન્ય નાગરિક સાથે પણ ન કરવામાં આવે તે હેતુથી કોળી સમાજ દ્વારા આર્મીમેન સમર્થનમાં આવ્યા હતા અને ભારતીય ફૌજી ભાઈને ન્યાય મળી રહે તે માટે રાજુલા-જાફરાબાદ અને ખાંભા તાલુકા તથા આજુબાજુના ગ્રામ્ય વિસ્તારનાં દરેક સમાજના આગેવાનો તેમજ કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ફૌજી ભાઈને ન્યાય આપો, અત્યાચાર બંધ કરો,જેવા અનેક સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.
Recent Comments