રાજુલામાં પાઠડા સિંહ પાછળ પુરપાટ ઝડપે બાઇક દોડાવતો વીડિયો સામે આવ્યો
અમરેલી સિંહોની પજવણીનો કરતો વીડિયો ફરી સામે આવ્યો છે. પાઠડા સિંહ પાછળ પુરપાટ ઝડપે બાઇક દોડાવતો વીડિયો સામે આવ્યો છે. ગામની શેરીઓ માંથી ઉભી પૂછડીએ સિંહ પાછળ બાઇક દોડાવી હતી. પજવણીખોરો સિંહોની હાલત સ્વાન કરતા બદતર કરતા નજરે ચડે છે. સિંહની સુરક્ષાની વનવિભાગની ગુલબાંગો પોકળ સાબિત થઈ. અવારનવાર સિંહોની પજવણી બાદ પણ વનતંત્રની કામગીરીઓ ઢીલી જોવા મળી છે. સિંહની પજવણીનો વીડિયો રાજુલાના રામપરા વિસ્તારનો હોવાનું અનુમાન છે. શેત્રુજી ડીવીઝનના DCF દ્વારા સિંહ પજવણી અંગે તપાસ શરૂ કરી છે.
Recent Comments