અમરેલી જિલ્લામાં સિંહની પજવણી કરાતી હોવાની ઘટનાઓ છાશવારે સામે આવે છે. તો આવી ઘટનાઓ અટકાવવા વન વિભાગ પણ સક્રિય રીતે કામગીરી રહ્યો છે. એમ છતાં સિંહોની પજવણીની ઘટનાઓ અટકતી નથી. ત્યામરે વધુ એક વખત સિંહની પજવણી થતી હોવાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. વીડિયોમાં જાેવા મળ્યા મુજબ, રાજુલા તાલુકાના બર્બટાણા ગામમાં વાડીમાં રહેલા સિંહ પાછળ ટ્રેક્ટરચાલક પોતાનું ટ્રેક્ટર દોડાવી રહ્યો છે. સમગ્ર ઘટનાને લઈ પાલિતાણા શેત્રુંજી ડિવિઝનના ડી.સી.એફ. જયન પટેલનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું કે ‘હું આ વીડિયો મામલે તપાસ કરવાનો છું.’ થોડા દિવસ પહેલાં જાફરાબાદના ફાસરિયા ગામનો વીડિયો પણ સોશિયલલ મીડિયા પર વાઇરલ થયો હતો, જેમાં વન વિભાગ દ્વારા એક કારચાલકને કાર સાથે ઝડપી કાર્યવાહી કરી હતી.અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના બર્બટાણા ગામમાંથી સિંહની પજવણી કરાતી હોવાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. એમાં વાડી વિસ્તારમાં એક ટ્રેક્ટરચાલક સિંહ પાછળ પોતાનું ટ્રેક્ટર ભગાવી દોડતા સિંહનો વીડિયો ઉતારી રહ્યાનું જાેવા મળે છે. જંગલના રાજા એવા સિંહની પજવણીની ઘટના સામે આવતાં સિંહપ્રેમીઓમાં રોષ જાેવા મળ્યો છે. આ વાઇરલ વીડિયો મામલે વન વિભાગે તપાસ શરૂ કરી છે.
રાજુલામાં સિંહની પાછળ ટ્રેક્ટર દોડાવી હેરાન કરતા વનવિભાગે તપાસના આદેશ કર્યા

Recent Comments