અમરેલી

રાજુલામાં હોળી-ધૂળેટીની ખરીદી માટે લોકોની ઉમટી ભીડ, અવનવી ડિઝાઇનમાં હારડાઓએ જમાવ્યુ આકર્ષણ

હોળી ધુળેટી પર્વ નજીકમા છે ત્યારે રાજુલાની બજારમા અવનવી ડિઝાઇનમા મળતા હારડાઓની ધુમ ખરીદી શરૂ થઇ છે. અહી દાયકાઓથી ખાંડની ચાસણીમાથી બનેલા હારડાઓનુ હાેળી પુર્વે વેચાણ કરવામા આવે છે. એક હારડાનાે ભાવ 200 થી 500 સુધીનાે હાેય છે. હાલ બજારમા લાેકાે હારડાની ખરીદી કરતા જાેવા મળી રહ્યાં છે.

રાજુલા જાફરાબાદ પંથકમા હાેળી પર્વ પર હારડાઓનુ વિશેષ મહત્વ છે. આ વિસ્તારમા ખારવા સમાજ, કેાળી સમાજ, આહિર સમાજના લાેકાે શુભપ્રસંગાેમા હારડાની ખરીદી કરતા હાેય છે. હાેળી પર્વ પર હારડાે પહેરીને દર્શન કરવાનાે પણ મહિમા છે. રાજુલામા દસેક જેટલી દુકાનાે પરથી હારડાઓનુ વેચાણ થઇ રહ્યું છે. માેટાભાગે હારડાઓ બેથી લઇ પાંચ કિલાે સુધીના હાેય છે.

હારડાનાે વેપાર કરતા કાંતીભાઇએ જણાવ્યું હતુ કે ખાંડની ચાસણીમાથી બિબા ભરવામા આવે છે અને ત્યારબાદ ઠંડા વાતાવરણમા સુકવવામા આવે છે અને બાદમા હારડાઓ તૈયાર થઇ જાય છે. શુભ પ્રસંગમા હારડાઓનુ વિશેષ મહત્વ હાેય છે. વિપુલભાઇ લહેરીએ જણાવ્યું હતુ કે અહીના હારડાઓ છેક મુંબઇ સહિત વિદેશ સુધી પણ જાય છે. હાલ અહીની બજારમા હારડાઓની લાેકાે ધુમ ખરીદી કરતા જાેવા મળી રહ્યાં છે.

હાેળી પુર્વે ઘરાકી વધુ રહે છે: બટુકભાઇ
અહી હારડાનાે વેપાર કરતા બટુકભાઇ સુખડીયાએ જણાવ્યું હતુ કે હાેળી પુર્વે બજારમા હારડાઓ મળવાનુ શરૂ થઇ જાય છે. કિલાે લેખે ભાવ 90 થી 110 સુધી હાેય છે. આ ઉપરાંત હારડાઓનાે ભાવ 200 થી પણ વધારે હાેય છે.

Related Posts