સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી – અમરેલી દ્વારા અમરેલી જિલ્લાના રાજુલા મુકામે તા.૧૭/૧૨/૨૦૨૨ના રોજ આરટીઓ અમરેલી દ્વારા બલાડ માતાનું મંદિર, પીપાવાવ પોર્ટ ખાતે રી-પાસીંગ અને પાસીંગ (CERA) કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પનો સમય સવારે ૧૦.૩૦થી સાંજે ૬.૧૦ વાગ્યા સુધીનો છે. કેમ્પની તારીખ પહેલાં વાહન પાસીંગની ઓનલાઈન ફી ભરી કચેરી ખાતે ઈન્વર્ડની કામગીરી પૂર્ણ કરાવી દર્શાવેલા સ્થળે વાહનનું ઈન્સપેક્શન કરાવવાનું રહેશે. અરજદારો આ કામગીરી માટે કેમ્પમાં ભાગ લઈ શકે છે, તેમ સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી અમરેલીએ જણાવ્યું છે. કેમ્પના દિવસે રાજુલા આર.ટી.ઓ કચેરીમાં ફીટનેસ અંગેની કામગીરી થશે નહીં.
રાજુલામાં ૧૭ ડિસેમ્બરે આર.ટી.ઓનો રી-પાસીંગ- પાસીંગ કેમ્પ યોજાશે

Recent Comments