અમરેલી તા.૨૦ સપ્ટેમ્બર, ૨૦૨૩ (બુધવાર) જિલ્લાના રાજુલા તાલુકાના વાહન માલિકો અને કબ્જેદારો માટે તા. ૨૨ સપ્ટેમ્બરના રોજ એ.આર.ટી.ઓ, અમરેલી દ્વારા રાજુલા ખાતે પાસીંગ અને રી-પાસીંગ (CFRA) કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પ બાયપાસ રોડ, બલાડ માતાજીના મંદિરની બાજુમાં સવારે ૧૦.૩૦ થી સાંજે ૬.૧૦ વાગ્યા દરમિયાન યોજાશે તેમ સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રી, અમરેલીની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.
રાજુલામાં ૨૨ સપ્ટેમ્બરના રોજ આર.ટી.ઓનો રી-પાસીંગ-પાસીંગ કેમ્પ (CERA) યોજાશે

Recent Comments