અમરેલી

રાજુલામા આરોગ્ય વિષયક કામગીરીની સમીક્ષા કરતા જીલ્લા વિકાસ અધિકારીશ્રી દિનેશ રમેશ ગુરવ

ગુજરાત સરકાર દ્વારા આરોગ્ય સ્તર સુધારવા માટે સતત પ્રયત્નો હાથ ધરાઈ રહ્યા છે તેના ભાગરૂપે દરિયાઈ પટ્ટી વિસ્તારના લોકોની આરોગ્ય સુખાકારીમા વધારો કરવા વિકટર ગામે ગુજરાત સરકાર દ્વારા નવું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મંજુર થયેલ છે જે બનાવવા માટે કાર્યશીલ જીલ્લા વિકાસ અધિકારીશ્રી દિનેશ રમેશ ગુરવ – આઈ.એ.એસ. દ્વારા સ્થાનિક આરોગ્ય તંત્ર અને પંચાયતને સાથે રાખી સ્થળ નિરીક્ષણ કરી પી.આઈ.યુ. અને સ્થાનિક તંત્ર સાથે પરામર્શ કરી પ્રશ્નોનું સ્થળ પરજ નિરાકરણ કરી જલ્દીથી પીએચસીનુ બાંધકામ શરૂ કરવા સૂચના આપી બાદમાં આવાજ પ્રશ્ન બાબતે સાજણાવાવ ગામની મુલાકાત કરી જરૂરી કાર્યવાહી કરવા સ્થાનિક વહીવટી તંત્રને જણાવેલ.આ કામગીરીમા આરોગ્ય અધિકારી ડૉ.રશ્મિકાંત જોષી,કાર્યપાલક ઈજનેર કામેન્દ્ર ચૌહાણ,ટીડીઓ પરમાર સાહેબ,તાલુકા હેલ્થ ઓફિસર ડૉ.એન.વી.કલસરીયા અને કેતનભાઈ શુકલા સહિતના અધિકારીશ્રીઓ હાજર રહ્યા હતા.

Related Posts