fbpx
અમરેલી

રાજુલા આરોગ્ય વિભાગના ૧૨૧ આશા બહેનો દ્વારા કરાતી સુંદર કામગીરી

ગુજરાત સહિત દેશભરમાં હેલ્થકેર અને ફ્રન્ટલાઈન વર્કસ દ્વારા સુંદર કામગીરી કરી કોરોના મહામારીને નાથવામાં સફળતા મેળવેલ છે ત્યારે રાજુલાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં આરોગ્યના પાયાના કાર્યકર તરીકે કામ કરતાં ૧૨૧ આશા બહેનો દ્વારા હાઉસ ટુ હાઉસ સર્વે,હોમ ક્વૉરન્ટાઈન,કોવિડ રસીકરણ,ગ્રામ્ય કક્ષાએ કોડ કેર સેન્ટરની મુલાકાત અને શંકાસ્પદ ફ્લૂના દર્દીઓની મુલાકાત સહિતની વિવિધ કામગીરી કરી કોરોના મહામારીને નાથવામાં સફળતા મેળવેલ છે

તેમજ આરોગ્યના પાયાના કાર્યકર તરીકે કામગીરી કરતા હોઈ લોકો દ્વારા અને તાલુકા હેલ્થ ઓફિસર ડૉ.એન.વી.કલસરીયા સહિતના હેલ્થ સ્ટાફ દ્વારા પૂરતો સહયોગ મળતો હોય આનંદ ઉત્સાહ સાથે આશા બહેનો કામ કરે છે સાથે સામાજીક સંસ્થાઓ દ્વારા રાશન કીટનુ પણ વિતરણ થયેલ છે જે આશા ફેસિલિટેટર પ્રજ્ઞાબેન પંડ્યા,ભારતીબેન ચૌહાણ અને ગીતાબેન દૂધરેજીયા દ્વારા જણાવેલ છે તેમજ રાજુલા તાલુકામાં અત્યાર સુધીમાં ટોટલ ૩૪૩૬૬ લોકોને પહેલો અને ૯૧૮૦ લોકોને બીજો ડોઝ એમ કુલ ૪૩૫૪૬ લોકોના કોવિડ રસીકરણમા સહભાગી થઈ સરાહનીય કામગીરી કરાઈ રહી છે જે યાદીમાં જણાવેલ છે.

Follow Me:

Related Posts