fbpx
અમરેલી

રાજુલા ઘાંચીવાડમાંથી ચોરાઉ બે મોટર સાયકલો તથા એક રેકડી (લારી) મળી કુલ કિ.રૂ.૩૦,૫૦૦/-ના મુદામાલ સાથે ગણતરીની કલાકોમાં એક ઇસમને પકડી પાડી અનડીટેકટ ગુન્હાનો ભેદ ઉકેલતી રાજુલા પોલીસ

અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક સાહેબ શ્રી હિંમકર સાહેબ તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી કે.જે.ચૌધરી સાહેબ નાઓએ અમરેલી જીલ્લામાં મિલ્કત સંબંધી ગુન્હાઓ બનેલા હોય અને અમરેલી જીલ્લાના વણ-શોધાયેલા મિલ્કત સંબધી ગુન્હાઓના ભેદ ઉકેલવા ખાસ સુચના અને માર્ગદશર્ન આપેલ હોય,જે અન્‍વયે રાજુલા પો.સ્ટે.ના પો.ઇન્સ.શ્રી ડી.વી.પ્રસાદ સાહેબની સુચના અને માર્ગદર્શન નીચે રાજુલા પો.સ્ટે.ના UHC ભરતભાઇ મુહાભાઇ વાળા તથા પોલીસ સ્ટાફે પેટ્રોલીંગ દરમ્યાન રાજુલા ઘાંચીવાડમાં એક ઇસમ ચોરાઉ બે મોટર સાયકલો તથા એક રેકડી (લારી) સાથે મળી આવતા જેઓની પાસે આ બન્ને મોટર સાયકલો તથા એક રેકડી (લારી) પોતાના કબ્જામાં રાખવા અંગે કોઇ આધાર પુરાવા નહીં રાખી મળી આવેલ હોય જેથી બન્ને મોટર સાયકલો તથા રેકડી (લારી) મળી કુલ કિ.રૂ.૩૦,૫૦૦/-નો મુદામાલ શક પડતી મિલ્કત તરીકે CRPC કલમ-૧૦૨ મુજબ કબ્જે કરી મજકુર ઇસમ વિરૂધ્ધમાં કાયદેસર કાર્યવાહી કરી સી.આર.પી.સી કલમ ૪૧(૧)ડી મુજબ ધોરણસર અટક કરેલ છે.

પકડાયેલ ઇસમ:-*(૧) તોસીફ ઇબ્રાહિમભાઇ મેતર ઉ.વ.૩૦ ધંધો.મજુરી રહે.રાજુલા,ઓળીયા હનુમાનની આગળ,ઘાંચીવાડ તા.રાજુલા જી.અમરેલી

શક પડતી મિલ્કત તરીકે કબ્જે કરેલ મુદામાલ*(૧) હીરો હોન્ડા સ્‍પ્‍લેન્‍ડર મોટર સાયકલ કાળા કલરની બ્લુ તથા લાલ કલરના પટ્ટા વાળુ જેના રજીસ્ટર નંબર-GJ-14-C-4918  તથા ચેસિસ નંબર- 99M19F02331 તથા એન્જીન નંબર-99M17E14498 કિ.રૂ.૨૦,૦૦૦/-(૨) ટી.વી.એસ. કંપનીનું, એક્સએલ સુપર, કાળા કલરનું, લાલ પટ્ટાવાળું, જૂના જેવું, આગળ પાછળ નંબર પ્લેટ વગરનું, ચેસિસ નંબર-MD621BD19A2N86152 તથા એન્જીન નંબર-0D1LA1849097 કિ.રૂ.૧૦,૦૦૦/-  (૩) જૂના જેવી, લાકડાની રેકડી (લારી) કિ.રૂ.૫૦૦/-

*ડીટેકટ થયેલ ગુન્હાઓ:-*(૧)રાજુલા પો.સ્ટે ગુ.ર.નં.૧૧૧૯૩૦૫૦૨૨૦૩૦૫ આઇ.પી.સી કલમ ૩૭૯ મુજબ     

આ કામગીરી રાજુલા પો.સ્ટે.ના પો.ઇન્સ શ્રી ડી.વી.પ્રસાદ તથા ASI ડી.ઙી.મકવાણા તથા UHC બી.એમ.વાળા તથા પો.કોન્સ. મિતેશભાઇ કનુભાઇ વાળા તથા પો.કોન્સ રોહિતભાઇ કાળુભાઇ તથા LRD ધનશ્યામભાઇ હસમુખભાઇ મહેતા તથા LRD વિરેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ ચૌહાણ તથા  LRD પરેશભાઇ એમ. દાફડા તથા LRD ભરતસિંહ લાખાભાઇ ગોહીલ તથા LRD શીવરાજભાઇ નનકુભાઇ વાળા નાઓએ  કરેલ છે

Follow Me:

Related Posts