રાજુલા જાફરાબાદના ખેડૂતોને ગુજરાત સ્ટેટ પેટ્રોલ નેટ લિમિટેડ કંપની ચોમાસામાં હેરાન પરેશાન કરે છે : ટીકુભાઇ વરૂ
તાજેતરમાં રાજુલા જાફરાબાદ વિસ્તારમાં ગુજરાત સ્ટેટ પેટ્રોનેટ લિમિટેડ કંપની દ્વારા ગેસની પાઇપલાઇન નાખવાનું કામ ચાલુ છે અને સાથે ખેડૂતોને ચોમાસાની વાવણીની કામગીરી ચાલુ છે જ્યારે આ જ ગેસની કામગીરી 2013 માં પણ એક કેસ લાઇન આ વિસ્તારમાંથી પસાર થઈ હતી ત્યારે ખેડૂતોની જમીનમાં મોટી મોટી મશીનરી ચલાવી અને ખેતર ખરાબ કરી નાખેલ હતા અને તે જમીન ચારથી પાંચ વર્ષ સુધી ખેડૂતોએ માંડ માંડ રીપેરીંગ કરી અને માટી નાખી અને ફળદ્રુપ બનાવી હતી અને હાલ પણ આવી જ રીતે થાય તો ખેડૂતોને જમીનની ફળદ્રુપતા વહી જાય છે તો આ વિસ્તારના ખેડૂતો ને આગળના અને પાછળના 10 વર્ષનું ગુજરાત સ્ટેટ પેટ્રોનેટ લિમિટેડ કંપનીએ વળતર આપવું જોઈએ અને હાલમાં ચોમાસા પૂરતું કામ ખેડૂતોના હિતમાં બંધ કરવું જોઈએ
જ્યારે વધુમાં જણાવું છું કે આ વિસ્તારના ખેડૂતો હેરાન પરેશાન થઈ રહ્યા છે અને પોલીસ ખાતા નો પણ દૂર ઉપયોગ ખેડૂતોમાં થઈ રહ્યો છે ત્યારે ભાજપના ચૂંટાયેલા આગેવાનો કે ખેડૂતોના હિતમાં એક પણ શબ્દ બોલવા તૈયાર નથી અને ખેડૂત આજે હેરાન થઈ રહ્યો છે ત્યારે ખેડૂતો ની આવક ડબલ ની વાતો કરનાર ભાજપના આગેવાનો કેમ મૌન સેવી રહ્યા છે એ પણ સમગ્ર વિસ્તારમાં પ્રશ્ન ઉભો થયો છે ત્યારે આ સમગ્ર પ્રકરણની ટીકુભાઈ વરુએ ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી છે જરૂર પડે કોંગ્રેસ પક્ષ આ બાબતે ખેડૂતોને સાથે રાખી આંદોલન કરશે તેમ અમરેલી જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખશ્રી ટીકુભાઈ વરૂ એ જણાયું છે
Recent Comments