રાજુલા જાફરાબાદ કોંગ્રેસ સેવાદળના પ્રમુખોની વરણી કરાય

અમરેલી જિલ્લા કોંગ્રેસ સેવાદળ દ્વારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સેવાદળના પ્રમુખ શ્રી પ્રગતિ બેન આહીરની સુચનાથી અમરેલી જિલ્લા કોંગ્રેસ સેવાદળના પ્રમુખ શ્રી અશ્વિનભાઈ ધામેલીયા દ્વારા તાજેતરમાં યોજનારી રાજુલા જાફરાબાદ નગરપાલિકાની ચૂંટણીને અનુલક્ષીને યુવાનોની ટીમ મજબૂત બનાવવા રાજુલા સેવાદળ કોંગ્રેસ પ્રમુખ તરીકે શ્રી નયનભાઈ જાળધરા તેમજ જાફરાબાદ સેવાદળ કોંગ્રેસ પ્રમુખ તરીકે શ્રી શૌલેષભાઈ ભાલીયા ની નિમણૂક કરવામાં આવેલ છે આ નિમણૂક અને અમરેલી જિલ્લા કોંગ્રેસ આગેવાન શ્રી પરેશભાઈ ધાનાણી, પ્રતાપભાઈ દુધાત ,વિરજીભાઈ ઠુંમર ,જેનીબેન ઠુંમર, ચંદ્રેશભાઈ રવાણી, ઠાકરશીભાઈ મેતલીયા તેમજ રાજુલા જાફરાબાદ ના આગેવાનો શ્રી ટીકુભાઈ વરુ, જે ડી કાછડ, નાયાભાઈ ગુજર, ગાંગાભાઈ હડીયા, ભગવાનભાઈ વાધ, રવિભાઈ ધાખડા, દિપક દાદા ત્રિવેદી, અબ્દુલભાઈ સેલોત, મારું સાહેબ, નાથાભાઈ પરમાર, હરેશભાઈ બાંભણિયા, રજાકભાઈ થૈયમ, કાદરભાઈ જાડેજા, દિલીપભાઈ સોજીત્રા અને દીપકભાઈ વિંઝુડા સહિતના કોંગ્રેસના આગેવાનોએ આ નિમણૂકને આવકારેલ છે અને અભિનંદન શુભેચ્છા પાઠવેલ છે તેમ અમરેલી જિલ્લા કોંગ્રેસ સેવાદળના પ્રમુખ શ્રી અશ્વિનભાઈ ધામેલીયા ની યાદીમાં જણાવ્યું છે
Recent Comments