fbpx
અમરેલી

રાજુલા જાફરાબાદ વિધાનસભામાં તમામ સમાજ આ વખતે ખુલ્લી અને મન મૂકી ને કોંગ્રેસની સાથે રહેશે : ટીકુભાઈ વરૂ

રાજુલા જાફરાબાદ ની અંદર થોડા દિવસ પહેલા ભાજપમાં મોટા પ્રમાણમાં લોકો એ પ્રવેશ કર્યો છે એવું ન્યુઝ પેપરમાં અને સોશિયલ મીડિયામાં આવે છે પરંતુ આ લોકો માત્ર ને માત્ર ખાલી શરમને લીધે મોઢું બતાવવા જ ગયા હતા ત્યાં નાના કાર્યકરોને કોઈ પણ પ્રકારનો લાભ નથી કે હોદ્દા કે નાના કાર્યકરોને પક્ષની ટિકિટ મળવાની નથી ને જે લોકો ગયા છે તેમાંથી ધણાં લોકોના ફોન આવી ગયા છે કે અમે ખાલી મોઢું બતાવવા ગયા હતા. અમે કોંગ્રેસની સાથે છીએ આ ઉપરથી મને લાગી રહ્યું છે કે ભાજપમાં ઉકળતો શરૂ છે જ્યારે નવા મહેમાનો કોંગ્રેસના ભાજપમાં આવેલા છે ત્યારે હવે આગામી લોકસભાની ચૂંટણીમાં રાજુલા જાફરાબાદમાં તમામ સમાજો કોંગ્રેસની સાથે રહેશે અને કોળી સમાજ એમાં અગ્રેસર રહેશે એવી મારી ધારણા છે

અને જે કાર્યકરો નવા કાર્યકરો થી આવવાથી નારાજ છે એવા કાર્યકરો પણ કોંગ્રેસની સાથે રહેશે અને લોકો અત્યારે મંદી મોંઘવારી થી પરેશાન થઈ ગયા છે અને ગયા વખતે લોકસભાની ચૂંટણી માં ખેડૂતોની આવક ડબલ કરવાની વાત કરનાર હવે 2024 માં પણ આવક ડબલ કરી શક્યા નથી વિદ્યાર્થીઓ બેરોજગાર થઈ ગયા છે રાજુલા જાફરાબાદ માં એટલી બધી કંપનીઓ હોવા છતાં પણ યુવાનો બેરોજગાર રખડે છે અવારનવાર પરીક્ષાઓના પેપર ફૂટી રહ્યા છે આ તમામ બાબતોને ધ્યાનમાં લઇ અને નવા કાર્યકરો ભાજપમાં ભળવાથી કોંગ્રેસના જુના અને પાયાના કાર્યકરો સક્રિય થયા છે અને ત્યાં ગીર્દી વધી જતા ગત લોકસભાની ચૂંટણીમાં લોકસભામાં જે લીડ હતી એ આ વખતે ઘટી જશે અને કોંગ્રેસ સારું એવું પ્રદર્શન રાજુલા જાફરાબાદ માં કરશે હાલ નવી કંપની વિરુદ્ધ પણ લોકો જન આંદોલન કરી રહ્યા છે તે તમામ બાબતોને ધ્યાનમાં રાખી આગામી દિવસોમાં કોંગ્રેસને વધુમાં વધુ લાભ મળશે તેવું ટીકુભાઈ વરુ ની યાદીમાં જણાવ્યું છે

Follow Me:

Related Posts