રાજુલા ટાઉન ભેરાઇ રોડ ઉપર આવેલ ’’માધવ પાર્ક હોટેલ’’માં વિદેશી દારૂની મહેફિલ માણતા હોટલ માલીક,ડોકટર તથા વેપારીઓ સહિત સાત ઇસમોને પકડી પાડતી રાજુલા પોલીસ ટીમ
*મ્હે.પોલીસ અધિક્ષક શ્રી હિમકર સિંહ સાહેબ તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી કે.જે.ચૌધરી સાહેબ નાઓએ અમરેલી જીલ્લામાથી દારૂની બદી દુર કરવા પ્રોહીબીશન લગત પ્રવૃતિ કરતાં ઇસમો ઉપર વોચ ગોઠવી તેમના ઉપર સફળ રેઇડો કરી કડક કાર્યવાહી કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે રાજુલા પો.સ્ટે.ના પો.ઇન્સ.શ્રી ડી.વી.પ્રસાદ સાહેબની સુચના અને માર્ગદર્શન નીચે રાજુલા પો.સ્ટે.ના સર્વેલન્સ સ્કોડના UHC બી.એમ.વાળા તથા ટાઉન બીટના ASI ડી.ડી.મકવાણા વિગેરે પોલીસ સ્ટાફે પેટ્રોલીંગ દરમ્યાન રાજુલા ટાઉન ભેરાઇ રોડ ઉપર આવેલ ’’માધવ પાર્ક હોટેલ’’માં ભારતીય બનાવટના વિદેશી દારૂની મહેફિલ માણતા હોટલ માલીક,ડોકટર તથા વેપારીઓ સહિત સાત ઇસમોને વિદેશી દારૂની અધુરી બોટલ-૦૨ તથા ખાલી બોટલ-૦૨ તથા એક કિન્લી પાણીની બોટલ તથા Kinley સોડાની પ્લાસ્ટીકની ખાલી બોટલ-૦૧ તથા કાચના ગ્લાસ-૦૬ તથા બાલાજીની મગદાળ, મસાલા સીંગ, ફરાળી ચેવડો, શીંગ ભજીયા તથા ગોપાલના મસાલા કપ ભરેલ, તુટેલ રેપર મળી કુલ રૂ.૨૦૦/- ના મુદ્દામાલ સાથે મહેફીલ માણતા આરોપીઓને પકડી પાડી આરોપીઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
પકડાયેલ આરોપીઓ**(૧)દક્ષેશભાઇ દેવશીભાઇ કલસરીયા,ઉ.વ.૪૨, ધંધો.વેપાર રહે.રાજુલા, ભેરાઇ રોડ, હોટલ માધવ પાર્કની પાછળ તા.રાજુલા જિ.અમરેલી (૨) વિજયભાઇ પ્રકાશભાઇ જેસીંગાણી ઉ.વ.૨૨, ધંધો.વેપાર રહે.રાજુલા, ભેરાઇ રોડ, હોટલ માધવ પાર્કની પાછળ તા.રાજુલા જિ.અમરેલી (૩) આકાશભાઇ કનુભાઇ વિંજવા, ઉ.વ.૨૯, ધંધો.વેપાર રહે.રાજુલા, ભેરાઇ રોડ, સ્વામીનારાયણ મંદિર વાળી શેરી, તા.રાજુલા જિ.અમરેલી (૪) શૈલેષભાઇ સુર્યકાંત સેજપાલ, ઉ.વ.૪૯, ધંધો.વેપાર રહે.રાજુલા, ધારનાથ સોસાયટી, તા.રાજુલા જિ.અમરેલી (૫) નરેશભાઇ ચેતનભાઇ જુરાણી, ઉ.વ.૪૨, ધંધો.વેપાર રહે.રાજુલા, ભેરાઇ રોડ, હોટલ માધવ પાર્કની પાછળ તા.રાજુલા જિ.અમરેલી (૬) મનુભાઇ અરશીભાઇ બાંભણીયા ઉ.વ.૩૧, ધંધો.શિક્ષક રહે.શોખડા તા.ઉના જિ.ગીર સોમનાથ (૭) તુષારભાઇ અરવિંદભાઇ કનાળા, ઉ.વ.૨૮ ધંધો.ડોક્ટર રહે.લાઠી,કલાપી પાર્ક તા.લાઠી જિ.અમરેલી
પકડવાનો બાકી આરોપી*(૧)વિનયભાઇ મનુભાઇ પરમાર રહે. ઉના જી.ગીર સોમનાથ
Recent Comments