.
ભાવનગર રેન્જ આઇ.જી.પી.શ્રી અશોક કુમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જ હેઠળના જિલ્લાઓમાં આવેલ ગ્રામ્ય વિસ્તારોમાં જયાં મોટી હોસ્પિટલો ન હોય ત્યાં બોગસ ડોકટર દ્વારા તબીબી સારવારના નામે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થતાં હોવાનું ધ્યાનમાં આવેલ હતુ. આવા બોગસ ડોકટરો સામે કાર્યવાહી કરવા સુચના આપેલ હોય, જે અન્વયે અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓએ આ પ્રકારના બોગસ ડોકટરો દ્વારા સરકાર માન્ય તબીબી ડિગ્રી કે એલોપેથીક સારવાર કરવાની ડિગ્રી ન હોવા છતાં ગામડાંના લોકોને સારવારના નામે તબીબી સારવાર આપવામાં આવતી હોય, આવા બોગસ ડોકટરો શોધી કાઢવા સારૂ સ્પેશ્યલ ડ્રાઇવનું આયોજન કરવામાં આવેલ અને અમરેલી જિલ્લા પોલીસને જરૂરી માર્ગદર્શન આપવામાં આવેલ. જે અન્વયે અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.શ્રી આર.કે.કરમટા તથા પો.સ.ઇ.શ્રી પી.એન.મોરી તથા એલ.સી.બી. ટીમેને ગઇ કાલ તા.૦૨/૦૫/૨૦૨૨ નાં રોજ બાતમી રાહે હકીકત મળેલ હોય રાજુલા તાલુકાના માંડણ ગામેથી ડોળીયા ગામ તરફ જવાના રોડ ઉપર આવેલ માંડણ પ્રાથમીક શાળા સામે અંતુભાઇ ધીરૂભાઇ લાધવા રહે.
માંડળ નાઓ જગદીશભાઇ સામતભાઇ નકુમ રહે.માંડણ વાળાના રહેણાંક મકાન ભાડે રાખી તેના મકાનમાં ગે.કા.રીતે કોઇ સરકાર માન્ય એલોપેથીક સારવારને લગતી ડિગ્રી વગર મેડીકલને લગતા સાધનો રાખી લોકોને એલોપેથીક દવા તથા સારવાર આપી પ્રાઇવેટ દવાખાનું ચલાવી લોકોની જીંદગી સાથે છેડા કરતા હોય જે હકિકત આધારે રાજુલા તાલુકા હેલ્થ ઓફીસર ડો.નીલેશભાઇ વાલાભાઇ કળસરીયા તથા મેડીકલ ટીમ સાથે રેઇડ કરી, બોગસ ડોકટરને મેડિકલને લગત સાધન સામગ્રી સાથે પકડી પાડવામાં આવેલ છે. ( પકડાયેલ બોગસ ડોકટરઃ- અંતુભાઇ ધીરૂભાઇ લાધવા ઉ.વ.૩૨, રહે.હાલ માંડણ તા.રાજુલા, જિ.અમરેલી મુળ રહે.રાળગોન, તા.તળાજા, જિ.ભાવનગર( બોગસ ડોકટર પાસેથી કબ્જે કરેલ મુદ્દામાલઃ – સ્ટેથોસ્કોપ-૨ તથા બીપી માપવાનુ સાધન-૧ તથા એલોપેથીક દવાઓ, સીડ્યુલ, એસ ડ્રગ, દવાની બોટલો, ઇન્જેકશનો તથા સિરપની બોટલો-ટયુબ વિગેરે મેડિકલને લગતી સાધન સામગ્રી કુલ નંગ-૫૨ મળેલ જેની કુલ કિ.રૂ.૮૧,૯૯૮/- નો મુદામાલ સાથે પકડી પાડેલ. પકડાયેલ બોગસ ડોકટર સામે ઇન્ડિયન પીનલ કોડ તથા ગુજરાત મેડિકલ પ્રેકટિસનર એકટ ૧૯૬૩ તથા ગુજરાત મેડિકલ કાઉન્સીલ એકટ ૧૯૬૭ તથા ઇન્ડિયન મેડિકલ કાઉન્સીલ એકટ હેઠળ ધોરણસર કાર્યવાહી કરી, ડુંગર પોલીસ સ્ટેશન હવાલે કરેલ છે. તબીબી સારવારના નામે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા બોગસ ડોકટર સામે ચેતવણીરૂપ કામગીરી કરેલ છે. આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.શ્રી આર.કે.કરમટા, પો.સ.ઇ.શ્રી પી.એન.મોરી તથા એલ.સી.બી. ટીમ દ્વારા કરવામાં આવેલ છે.
Recent Comments