અમરેલી જિલ્લા ના રાજુલા તાલુકા ના મોરંગી ગામ માં હિન્દુ ધર્મના મહાપર્વ જન્માષ્ટમીના દિને નિમિતે મારુતિ મિત્ર મંડળ દ્વારા જન્માષ્ટમી ની ભવ્ય ઉજવણી કરવા માં આવી ,શોભાયાત્રામાં હિન્દુ-મુસ્લિમ કોમી એકતાના દર્શન થયા. કોરોના ની ગાઈડ લાઈન જાળવી રાખી અને મુસ્લીમ સમાજ ના આમંત્રણ ને માન આપી શોભાયાત્રા રૂટ બદલી મુખ્ય બજાર માં શોભાયાત્રા કાઢવામાં આવી એ દરમિયાન મુસ્લિમ સમાજ દ્વારા શરબત, ઠંડા પાણી, ની વિતરણ કરવા માં આવ્યું, એટલું જ નહીં નાના કાનુડા માટે માખણ ની વ્યવસ્થા કરાય અને નાની એવી માખણ ની મટકી ફોડવામાં આવી હતી, ગામ ના તમામ આગેવાનો નું ખાસ હાજરી હતી. આથી સમગ્ર મોરંગી ગામ દ્રારા હિન્દુ-મુસ્લિમ ભાઇચારાનું ઉદાહરણ પુરૂ પાડ્યું.
રાજુલા તાલુકાના મોરંગીમાં જન્માષ્ટમી શોભાયાત્રામાં હિન્દુ-મુસ્લિમ કોમી એકતાના દર્શન થયા


















Recent Comments