અમરેલી

રાજુલા તાલુકાના વિવિધ ગામોની શાળાઓમાં મધ્યાહન ભોજન કેન્દ્રના સંચાલકની નિમણુંક માટે અરજી મંગાવાઈ

રાજુલા તાલુકાના આગરીયા નવા, ઉચૈયા, ગાંજાવદર, છાપરી, નવાગામ, બર્બટાણા, મજાદર, રીંગણીયાળા મોટા, મોડેલ સ્કુલ રાજુલા અને દેવપરા (ભેરાઇ) ની શાળાઓમાં મધ્યાહન ભોજન કેન્દ્રના સંચાલકની નિમણુંક માટે અરજી મંગાવવામાં આવે છે.

આ નિમણૂંક માટે ઉમેદવાર એસ.એસ.સી પાસ હોય તેવી વ્યકિતની પસંદગી કરવામાં આવશે, લઘુત્તમ વય મર્યાદા ૨૦ વર્ષથી વધુ અને ૬૦ વર્ષથી ઓછી હોવી જોઈએ, સ્થાનિક વિધવા, ત્યક્તા બહેનોને અગ્રતા આપવામાં આવશે. નિયત નમૂનાનું અરજી ફોર્મ મામલતદાર કચેરી રાજુલા ખાતેથી મેળવી જન્મનું પ્રમાણપત્ર, એસ.એસ.સી પાસ કર્યાનું પ્રમાણપત્ર તથા છેલ્લી શૈક્ષણિક લાયકાતનું પ્રમાણપત્ર, રેશનકાર્ડ, ચુંટણીકાર્ડ તથા આધારકાર્ડ, જાતિનૂં પ્રમાણપત્ર, એક પાસપોર્ટ સાઈઝનો ફોટોગ્રાફ, વિધવા અને ત્યક્તા હોવાના અધિકૃત અધિકારીના પ્રમાણપત્ર અથવા પુરાવા તેમજ અન્ય કોઈ લાયકાત અથવા અનુભવ ધરાવતા હોય તો તે અંગેના પ્રમાણપત્ર સાથે તા.૧૫/૦૭/૨૦૨૧ સુધીમાં રજુ કરવાનું રહેશે. અંગે વધુ માહિતી માટે રાજુલા મામલતદાર કચેરીનો સંપર્ક સાધવાનો રહેશે.

Follow Me:

Related Posts