રાજુલા તાલુકાના વિસળીયા તથા સમઢીયાળા બંધારા ઓવરફ્લોઃ સાવચેત રહેવા અનુરોધ

અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના વિસળીયા તથા સમઢિયાળા બંધારો પૂર્ણ સપાટીએ ભરાયો/ઓવરફ્લો થયો હોવાથી વિસળીયા બંધારાનાં લો લાઈન એરિયા(નીચાણ વાળા વિસ્તાર) માં આવતા ગામો કથીવદર, કથીવદર પરા, તથા વિસળીયા અને સમઢિયાળા બંધારાનાં લો લાઈન વિસ્તાર(નીચાણ વાળા વિસ્તાર) માં આવતા ગામો સમઢીયાળા, ખેરા, પટવા, ચાંચ તેમજ આસપાસના વિસ્તારના લોકોને નદીના પટ વિસ્તારમાં અવર જવર ન કરવા અનુરોધ છે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે નાગરિકોને સલામત સ્થળે રહેવા સૂચના છે, તેમ રાજુલા સિંચાઈ પેટા વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેરશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે.
Recent Comments