રાજુલા તાલુકાના શિક્ષક નીરવભાઈ જાની રાજયકક્ષાએ પસંદગી પામ્યા
ગત સપ્તાહમાં GCERT ગાંધીનગર પ્રેરિત તથા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન અમરેલી દ્વારા આયોજિત Educational Innovation Festival 2020 માં રાજુલા તાલુકાની કુમારશાળા 1 માં ભાષા શિક્ષક તરીકે ફરજ બજાવતા SRG શિક્ષક શ્રી નીરવભાઈ જાનીના નવતર પ્રયોગની રાજ્ય કક્ષાએ પસંદગી થઈ છે.
આ તકે શ્રી નીરવભાઈ જાનીએ ધોરણ 6 થી 10 ના વિદ્યાર્થીઓને સંસ્કૃત વિષય શીખવા માટે અત્યંત ઉપયોગી એવી Sanskritwala નામની એન્ડ્રોઇડ એપ્લિકેશનનું નિર્માણ કર્યું છે. આ એપ્લિકેશન તદ્દન નિઃશુલ્ક રૂપે ગૂગલ પ્લે સ્ટોર પર ઉપલબ્ધ છે. જેમાં ધોરણ 6 થી 10 ના સંસ્કૃત વિષયના પાઠ્યપુસ્તકો, વિડીયો લેક્ચર, એકમ કસોટીઓ અને વિવિધ પ્રકારના આદર્શ પ્રશ્નપત્રો પણ નિરવભાઈ એ જાતે જ બનાવીને મુકેલા છે.
સંસ્કૃત વિષય શીખવા માટે આ પ્રકારની એન્ડ્રોઇડ એપ્લિકેશન ગુજરાતમાં સૌપ્રથમ વાર બની છે ત્યારે રાજુલા તાલુકા માટે અને સમગ્ર અમરેલી જિલ્લા માટે આ એક ગૌરવની વાત છે.
આ તકે જણાવવાનું કે શ્રી નીરવભાઈ જાની શિક્ષણમાં અવારનવાર નવતર પ્રયોગો કરતા રહે છે અને આ વર્ષે સતત બીજી વાર તેઓ રાજ્ય કક્ષાએ પોતાના નવતર પ્રયોગ માટે પસંદગી પામ્યા છે
Recent Comments