ભાવનગર રેન્જ આઈ.જી.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાંથી દારૂ-જુગારની બદી દુર કરવા પ્રોહી-જુગારના કેસો કરવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓએ જુગારની ગેરકાયદેસર પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ રેઇડ કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હતું, જે અન્વયે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી.ટીમ ગઇ કાલ તા.૦૭/૦૩/૨૦૨૩ નાં રાજુલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાઇટ પેટ્રોલીંગ દરમ્યાન બાતમી હકિકત આધારે રાજુલા તાલુકાના હીંડોરણા ગામે, ઠાકરઘણી હોટલની પાછળ પૈસા પાનાથી હારજીતનો જુગાર રમતા ત્રણ ઇસમોને જુગાર રમતા રોકડ રકમ, તથા જુગાર સાહિત્ય સાથે પકડી પાડી, તમામ ઇસમો સામે જુગારધારા મુજબ ધોરણસર કાર્યવાહી કરી, પકડાયેલ આરોપીઓ તથા મુદ્દામાલ રાજુલા પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે
પકડાયેલ આરોપીની વિગતઃ-
(૧) ઇમરાનઅલી યુસુફઅલી, ઉ.વ.૨૮, રહે.વાવેરા, તા.રાજુલા, જિ.અમરેલી મુળ રહે.ગાબી મહુવાબન, તા.લાલગંજ, જિ.અજગરા પ્રતાપગઢ (ઉતરપ્રદેશ)
(૨) મો.મસીક અબ્દુલ લતીફ, ઉ.વ.૨૩, રહે.સિન્હોર, તા.લાલગંજ, જિ.અજગર પ્રતાપગઢ(ઉતરપ્રદેશ)
(૩) રૂબાનખાન અબ્દુલહીઝખાન, ઉ.વ.૧૮, રહે.ચોખડા, તા.પટ્ટી, જિ.અજગરા પ્રતાપગઢ (ઉતરપ્રદેશ)
પકડાયેલ મુદ્દામાલઃ-
રોકડા રૂ.૨૨,૮૮૦/- તથા ગંજીપત્તાના પાના નંગ-૫૨ કિ.રૂ.૦૦/- મળી કુલ કિ.રૂ.૨૨,૮૮૦/- નો મુદ્દામાલ.
પકડાયેલ મુદ્દામાલઃ-
રોકડા રૂ.૨૨,૮૮૦/- તથા ગંજીપત્તાના પાના નંગ-૫૨ કિ.રૂ.૦૦/- મળી કુલ કિ.રૂ.૨૨,૮૮૦/- નો મુદ્દામાલ.
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ તથા પો.સ.ઈ.શ્રી એમ.બી.ગોહિલ તથા પો.સ.ઇ.શ્રી એમ.ડી.સરવૈયા તથા અમરેલી એલ.સી.બી.ના એ.એસ.આઇ. બહાદુરભાઈ વાળા, તથા પો.કોન્સ. લીલેશભાઇ બાબરીયા, વિનુભાઇ બારૈયા, યુવરાજસિંહ વાળા દ્વારા કરવામાં આવેલ છે.
Recent Comments