અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાની મજાદર પ્રાથમિક શાળા, ડુંગર કુમાર શાળા નં.-૧ પ્રાથમિક શાળા, ડુંગર કન્યા શાળા તથા રીંગણીયાળા પ્રાથમિક શાળાના મધ્યાહન ભોજન કેન્દ્રના સંચાલ – કમ -કુકની જગ્યાઓ પર માનદ વેતનથી ઉમેદવારોની આવશ્યકતા છે. પાત્રતા ધરાવતા ઉમેદવારોએ તેમની અરજી તા.૨૫ જુલાઇ, ૨૦૨૪ના રોજ બપોરે ૦૨ કલાક સુધીમાં રાજુલા તાલુકા મામલતદાર કચેરી રજિસ્ટ્રી શાખામાં રજૂ કરવી. આ અંગેની વધુ વિગતો માટે માટે રાજુલા તાલુકા મામલતદાર કચેરી, પી.એમ. પોષણ શાખા (મધ્યાહન ભોજન યોજના)નો સંપર્ક કરવા રાજુલા તાલુકા મામલતદારશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે.
રાજુલા તાલુકાની પ્રાથમિક શાળાઓના મધ્યાહન ભોજન કેન્દ્રના સંચાલક-કમ-કુકની આવશ્યકતાઃ તા.૨૫ જુલાઈ સુધીમાં અરજી કરવી

Recent Comments