રાજુલા તાલુકાની મજાદર પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજન કેન્દ્રમાં સંચાલક અને રસોઈયાની જગ્યા પર લાયકાત ધરાવનાર અરજી કરી શકે છે. તે માટે ઉંમર મર્યાદા ઓછામાં ઓછી ૨૦ વર્ષ અને વધુમાં વધુ ૫૫ વર્ષ છે. ઇચ્છુક લાયક ઉમેદવારે તા.૨૬ જુન, ૨૦૨૩ બપોરના ૨ વાગ્યા સુધીમાં આ અંગેના અરજીપત્રક મામલતદારશ્રી, રાજુલાની ટપાલ શાખાને પહોંચાડવાનું રહેશે. સ્થાનિક રહેવાસી અને મહિલા ઉમેદવારને પ્રથમ પસંદગી આપવામાં આવશે. સરકારશ્રીના નિયમોનુસાર માનદ વેતન મળવાપાત્ર છે, તેમ રાજુલા તાલુકા મામલતદારશ્રીની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.
રાજુલા તાલુકાની મજાદર પ્રાથમિક શાળાના મધ્યાહન ભોજન કેન્દ્રમાં સંચાલક કમ કુકની જરુરિયાત


















Recent Comments