અમરેલી

રાજુલા તાલુકાની વડલી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને સર્પદંશના ખાસ કિસ્સામાં સહાય ચૂકવવામાં આવી

જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીના કે.વી.માયાણીના પ્રયત્નોથી જિલ્લા શિક્ષણ સમિતિ હસ્તકની રાજુલા તાલુકાની વડલી પ્રાથમિક શાળામાં ધોરણ ૪માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની આરાધ્યા કે. બોરીચાને તા. ૨૧ ઓગસ્ટ,૨૩ના રોજ સર્પે દંશ મારેલ હોય ખાસ કિસ્સામાં રૂ.૨૬૮૦૩ની સહાય ચૂકવવામાં આવી હતી. સર્પદંશ થયો ત્યારબાદ તુરંત જ શાળાના શિક્ષકો દ્વારા આરાધ્યાને સરકારી હોસ્પિટલ રાજુલા ખાતે સારવાર અર્થે લઈ જવામાં આવી હતી. જ્યાં પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. ત્યારબાદ દીકરીના વાલીશ્રીએ કાશીબા મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલ રાજુલા ખાતે દાખલ કરેલ. વાલીશ્રીની સ્થિતિ ધ્યાનમાં લઈને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે થયેલ ખર્ચ  જિલ્લા પંચાયતની વાર્ષિક અંદાજપત્રમાંથી આપવામાં આવેલ છે. ઉપરાંત આ સહાય ચેક જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી સુતરીયા, જિલ્લા શિક્ષણ સમિતિ ચેરપર્સનના પ્રતિનિધિ, ભીખાભાઈ ધોરાજીયા, જિલ્લા આરોગ્ય સમિતિ માજી. ચેરમેન શ્રી જીતુભાઈ ડેર, તાલુકા ભાજપ મહામંત્રીશ્રી ગૌતમભાઈના હસ્તે આપવામાં આવ્યો છે તેમ જિલ્લા શિક્ષણ સમિતિ અમરેલીની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Related Posts