રાજુલા તાલુકા ના કથીવદર ગામ નજીક થી અજાણીયા પુરુષ ની લાશ મળી આવી આત્મહત્યા ?
પોલીસ ઘટના સ્થળે દોડી જય મૃતક ની લાશ હોસ્પિટલ ખસેડાય હજુ ઓળખ નથી થઈ
અમરેલી જિલ્લા માં આવેલ રાજુલા તાલુકા ના કાથીવદર ગામ નજીક ખારા વિસ્તાર માં આજે 34 વર્ષ કરતા વધુ ઉમર ના અજાણીયા વ્યક્તિ ની લાશ પડી હોવાના સમાચાર સ્થાનિક લોકો ને મળ્યા હતા ત્યાર બાદ સ્થાનિક લોકો દ્વારા પીપાવાવ મરીન ને જાણ કરાય પીપાવાવ મરીન પોલીસ સહીત ઘટના સ્થળે દોડી ગયા પ્રથમ પોલીસ દ્વારા આસપાસ ના વિસ્તાર માં તપાસ કરી પરંતુ કોઈ ખાસ કારણ હજુ જાણવા મળ્યું નથી ઉપરાંત પુરુષ ની ઓળખ પણ થવા પામી નથી જેથી પોલીસ તંત્ર દ્વારા મૃતક ની લાશ રાજુલા હોસ્પિટલ માં પેનલ પીએમ માટે ખસેડાય હતી છે અને પોલીસ દ્વારા અલગ અલગ દિશા માં તપાસ હાથ ધરી છે જયારે ઘટના ની જાણ થતા આસપાસ ના લોકો પણ અહીં દોડી આવ્યા હતા પરંતુ પોલીસ દ્વારા ફોટા સહીત કેટલીક વિગતો પણ સોશ્યલ મીડિયા પર જાહેર કરી છે પરંતુ હજુ સુધી કોઈ ઓળખ થવા પામી નથી
ઘટના સ્થળે થી જેરી દવા મળી આવી
ઘટના સ્થળે થી જેરી દવા મળી આવતા પીપાવાવ મરીન પોલીસ દ્વારા તે દિશા માં પણ તપાસ હાથ ધરી છે અને સ્થાનિક પીપાવાવ મરીન પોલીસ ને પ્રાથમિક શંકા છે આ પુરુષ દ્વારા કોઈ પણ કારણો સર આપઘાત કરી લીધો છે જોકે આ દિશા માં પણ પોલીસ તપાસ કરી રહી છે
Recent Comments