fbpx
અમરેલી

રાજુલા તાલુકા ની જૂની બારપટોળી પ્રાથમિક શાળા ના શિક્ષિકા નયના બેન સોલંકી એ ડો.બાબાસાહેબ આંબેડકર યુનિવર્સિટી દ્વારા લેવાઇલ માસ્ટર ઓફ આર્ટસ ની પરીક્ષા માં ગુજરાતી વિષય માં સૌથી વધારે માર્ક મેળવી શાળાનું

અમરેલી જિલ્લાના રાજુલા તાલુકા ની જૂની બારપટોળી પ્રાથમિક શાળા ના શિક્ષિકા નયના બેન સોલંકી એ ડો.બાબાસાહેબ આંબેડકર યુનિવર્સિટી દ્વારા લેવાઇલ માસ્ટર ઓફ આર્ટસ ની પરીક્ષા માં ગુજરાતી વિષય માં સૌથી વધારે માર્ક મેળવી શાળાનું ગૌરવ વધાર્યુ….    રાજુલા તાલુકા ના જુની બારપટોળી પ્રાથમિક શાળાના શિક્ષિકા બહેન શ્રી નયનાબેન પી. સોલંકીએ ડો. બાબાસાહેબ આંબેડકર યુનિવર્સિટી દ્વારા લેવાયેલ માસ્ટર ઓફ આર્ટસની જુલાઈ -21 ની પરીક્ષામાં ગુજરાતી વિષયમાં સૌથી વધુ માર્કસ મેળવતા તેમનું ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી તેમજ મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઇ વાઘાણીના હસ્તે ગોલ્ડ મેડલ અને ડિગ્રી સર્ટિફિકેટ આપી સન્માન કરવામાં આવ્યું.ખુશીના આ અવસરે શ્રી નયનાબેન પી. સોલંકીએ શ્રી જુની બારપટોળી પ્રાથમિક શાળાને 5100.₹.(અંકે પાંચ હજાર એકસો રૂપિયા) ભેટ સ્વરૂપે આપી પોતાની આ સિદ્ધિને યાદગાર બનાવી છે.અત્રે ઉલ્લેખનીય છે કે નયનાબેન સોલંકીએ બી. એ. માં પણ ગોલ્ડમેડલ મેળવી શાળાનું અને પરિવારનું નામ રોશન કરેલ હતું. માસ્ટર ઓફ આર્ટસમાં પણ ગોલ્ડ મેડલ મેળવતા શાળાની SMC કમિટીએ, શાળાના આચાર્યશ્રીએ અને શાળા પરિવારે અભિનંદન પાઠવ્યા છે…

Follow Me:

Related Posts