અમરેલી

રાજુલા નજીક દેવકા તથા કુંભારીયા વચ્ચેના ડાયવર્ઝન પરના વાહનોએ વૈકલ્પિક રૂટથી પસાર થવાનું રહેશે

રાજુલા ડુંગર રોડ ઉપર દેવકા તથા કુંભારીયા વચ્ચે નદી ઉપર ડાયવર્ઝન પરના તમામ વાહનો અને પગપાળા જનાર વ્યક્તિઓએ વૈકલ્પિક રૂટ પરથી પસાર થવા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. વૈકલ્પિક રૂટ તરીકે ભારે વાહનોએ ડુંગર T જંકશન – વિક્ટર રોડ – ભેરાઇ ચોકડી – રાજુલા રોડ રોડ પરથી પસાર થવાનું રહેશે. તથા રાજુલાથી ડુંગર જતા વાહનોએ પણ તે મુજબના ઊલટા રૂટથી પસાર થવાનું રહેશે. હળવા વાહનોએ કુંભારીયાથી રાજુલા જવા માટે કુંભારીયા – જોલાપર ગામ – રાજુલા (વાયા ભેરાઇ ચોકડી) રોડ પરથી પસાર થવાનું રહેશે. આ ઉપરાંત  હળવા વાહનોએ દેવકાથી મહુવા તથા જેસર તરફ જવા માટે દેવકા – નિંગાળા મહુવા રોડ પરથી પસાર થવાનું રહેશે. આ જાહેરનામું ૧૫/૯/૨૦૨૧ થી ૩૧/૧૦/૨૦૨૧ બંને દિવસો સહિત અમલમાં રહેશે. હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર ઠરશે.

Related Posts