અમરેલી

રાજુલા ના ધારસભ્ય અમરીશ ડેર દ્વારા 50000 સિંહ ના મોહરા નું વિતરણ કરવા માં આવ્યું

વિશ્વ સિંહ દિવસે રાજુલા ના ભેરાઈ માં આવેલ સિંહ સ્મારક એવા સિંહ મંદિર  પર વન વિભાગ ના અને પર્યાવરણ પ્રેમી ઓ સિંહ પ્રેમી દ્વારા સિંહ મંદિર માં પુષ્પ અર્પિત કરી હતી અને વિશ્વ સિંહ દિવસ ની ઉજવણી કરવા માં આવી હતી અહીં સ્થાનિક ચેતન ભાઈ વ્યાસ  અને તેમના મિત્રો ઉપસ્થિત રહી અહીં સિંહ મંદિર માં વિશ્વ સિંહ દિવસ ની ઉજવણી કરીઅહીં ભેરાઈ માં વર્ષો પહેલા બે સિંહણ રેલ ટ્રેક નજીક કપાઈ ગઈ હતી.

જેથી ગીર નેચર કલબ ના પ્રમુખ ભીખુ ભાઈ બાટા વાળા ના પ્રયાસ થી  અહીં સ્થાનિક પ્રકૃતિ પ્રેમી ઓ ની મદદ વડે સિંહ નું મંદિર રેલ ટ્રેક પર બનવવા માં આવ્યું હતું જે એક માત્ર સિંહ મંદિર છે અને રાજુલા ના ભેરાઈ ગામ પાસે આવેલું છે જે મંદિર  માં આજે વાય એમ રાઠોડ વન વિભાગ ના અધિકારી અને તેમનો સ્ટાફ અહીં હાજર રહી સિંહ મંદિર માં આજે વિશ્વ સિંહ દિવસે પુષ્પ અર્પણ કર્યા હતા ત્યારે સ્થાનિક લોકો જણાવે છે કે અહીં આ વિસ્તાર માં 50 થિ વધુ સિંહો છે અને સિંહો ની સંખ્યા અહીં વધી રહી છે.

ત્યારે સિંહો ના આ વિસ્તાર માં પ્રથમ સિંહ મંદિર આવેલું હોય અહીં સિંહ પ્રેમી સ્ટાફ સાથે આવી સિંહ મંદિર માં વિશ્વ સિંહ દિવસ ની ઉજવણી કરી હતી ત્યારે રાજુલા ના ધરાસભ્ય અમરીશ ડેર દ્વારા અહીં વિશ્વ સિંહ દિવસે અહીં 50000 જેટલા સિંહ ના મહોરા બનાવી રાજુલા ખાંભા જાફરાબાદ શહેર તથા 142 ગામો ની તમામ શાળા ઓ સ્કૂલ માં આ સિંહ ના મહોરા નું વિતરણ કરવા માં આવ્યું હતું અને વિશ્વસિંહ દિવસ ની ઉજવણી કરવા માં આવી હતી

Related Posts