રાજુલા નગરપાલિકાનાં પુર્વ પ્રમુખ રવુભાઈ ખુમાણની બીજેપી કિસાન મોરચામાં નિમણૂંક કરવામાં આવતા રાજુલામાં આનંદની લાગણી ફરી વળી હતી.
રાજુલા નગરપાલિકાનાં પુર્વ પ્રમુખ રવુભાઈ ખુમાણની બીજેપી કિસાન મોરચામાં નિમણૂંક કરવામાં આવતા રાજુલામાં આનંદની લાગણી ફરી વળી હતી. રવુભાઇ ખુમાણ બીજેપી જીલ્લા ગૃપની જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવી હતી. રવુભાઈ ખુમાણની પક્ષ તરફથી કિસાન મોરચામાં નિમણૂંક કરવામાં આવતા રવુભાઈ ખૂમાણનુ આગેવાનો દ્વારા શાલ, ફુલહાર કરી સન્માન કરી, મો મીઠાં કરવામાં આવ્યા હતા. અને રવુભાઈ ખુમાણ હજુ રાજકીય ક્ષેત્રે વધુ આંગળ વધે તેવી શુભેચ્છા પાઠવવામાં આવી હતી. વિજયભાઇ જોષી, ધમેન્દ્ર જોષી, પુર્વ પ્રમુખ ચિરાગ બી. જોશી, પરાગ જોશી દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શહેર પ્રમુખ પરેશ લાડુમોર, મયુરભાઈ દવે, ડોક્ટર હડીયા, વિશ્વ હિન્દુ પરિષદનાં બિપિન ભાઈ વેગડા, મહેશભાઈ ઠાકર, દેવદત્ત ઠાકર ઉપસ્થિત રહ્યા હતા.
Recent Comments