રાજુલા પાલિકાના નવનિયુક્ત પ્રમુખ દ્વારા વિવિધ સમિતિઓની રચનાઓ કરી
રાજુલા પાલિકાના નવનિયુક્ત પ્રમુખ દ્વારા કારોબારી અધ્યક્ષ ઉપરાંત ચુંટાયેલા સભ્યોની વિવિધ સમિતિઓની રચનાઓ કરવામાં આવી હતી.
રાજુલા પાલિકાના નવનિયુક્ત પ્રમુખ દ્વારા કારોબારી અધ્યક્ષ ઉપરાંત ચુંટાયેલા સભ્યોની વિવિધ સમિતિઓની રચનાઓ કરવામાં આવી હતી. તાજેતરમાં નગરપાલિકા બોર્ડ મીટિંગ થઇ હતી, જેમાં નવ નિયુક્ત પ્રમુખ છત્રજીતભાઇ ધાખડા ટીમ દ્વારા કારોબારી અધ્યક્ષ તરીકે રમેશભાઈ બી.કાતરીયાની નીમણુંક કરી હતી. તો સાથે શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે જલ્પાબેન આર ઝાંખરા, બાંધકામ સમિતિના ચેરમેન તરીકે જ્યોતીબેન દવે , સેનિટેશન ચેરમેન તરીકે ઝરીનાબેન આર દલ, પાણીપુરવઠા ચેરમેન તરીકે રાહુલભાઈ બી.ધાખડા, લાઇટ સમિતિના ચેરમેન તરીકે ઇમ્તિયાઝભાઇ એચ. સેલોત, બાગબગીચા સમિતિના ચેરમેન શાહિનબેન સી. લાખાણી આમ નવનિયુક્ત પ્રમુખ દ્વારા નગરપાલિકામાં સમિતિઓની રચના કરવામાં આવી હતી. કારોબારી અધ્યક્ષ તરીકે રમેશભાઈ બી. કાતરીયાની નીમણુંક થયા બાદ કારોબારી અધ્યક્ષે જણાવ્યું હતું કે શહેરમાં વિકાસકાર્યો સતત જહેમત સાથે કરીશું, તો શિક્ષણ સમિતિના ચેરમેન જલ્પાબેને જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓને વધુ શિક્ષા માટે સધળા પ્રયત્ન અમારા રહેશે.
Recent Comments