fbpx
અમરેલી

રાજુલા પાસે આવેલ પૌરાણિક શાન્તિનાથ મહાદેવ શિવાલયનું અનેરું મહત્વ

રાજુલા પાસે આવેલ પૌરાણિક શાન્તિનાથ મહાદેવ શિવાલયનું અનેરું મહત્વ ધરાવે છે.શિવ ભક્તો દ્વારા દર સોમવારે રઘુરુદ્ર પૂજા કરી કૃપા પ્રાપ્ત કરવામાં આવે છે. મકરસંક્રાંતિ નજીક છે ત્યારે દાન પુન્ય મહિમા, શાન્તિનાથ મહાદેવ મંદિરે ભક્તિ સાથે દાનની સરવણી દ્રષ્ટિમાન થઇ રહી છે. શાન્તિનાથ મહાદેવ શિવાલય પૌરાણિક અને વાવ ઉપર આવેલું છે. મહાદેવના સોમવાર હોવાથી રીલીફ રોડ ભક્તો દ્વારા આરતી દીપમાળા કરવામાં આવી છે. શાન્તિનાથ મહાદેવ મંદિર પુજારી દ્વારા જણાવાયું હતું કે આ મંદિર ખુબ પુરાણુ અને ટ્રસ્ટ દ્વારા ખુબ જાળવણી રાખવામાં આવી રહી છે. પુ. કથાકાર ગીરીબાપુ કહે છે કે શિવ ભક્તો દર્શન માત્રથી શિવ કૃપા થાય છે. બાળકો પણ સંસ્કારી રુપ થી ગાય માતા માટે ધાસ તેમજ અબોલ પક્ષીઓ માટે ચણ નાખતા નજરે ચડે છે. સમગ્ર દેશ અને ગુજરાત રાજ્યમા અનેક શિવ મંદિરમાં પુજા દર્શન લાવો ભક્તો લય રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે શાન્તિનાથ મહાદેવ શિવાલય ખાતે આજે ભક્તો ખુબજ ભીડ રહી હતી.

Follow Me:

Related Posts