રાજુલા, પિપાવાવ અને જાફરાબાદનાં અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લેતા ડીજીપી, ડીઆઈજી અને એસપી
ગુજરાત રાજયના પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી દ્વારા તૌકતે વાવાઝોડાથી અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેવામાં આવી હતી. રાજય પોલીસ વડા આશિષ ભાટીયા દ્વારા ભાવનગર રેન્જ આઈ.જી.પી. અશોકકુમાર તથા અમરેલી પોલીસ અધિક્ષક નિર્લિપ્ત રાયે સાથે રાખી અમરેલી જિલ્લાના રાજુલા, પિપાવાવ તથા જાફરાબાદ વિસ્તારના અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેવામાં આવેલ હતી.
આ મુલાકાત દરમિયાન રાજય પોલીસ વડા વાવાઝોડાથી અસરગ્રસ્ત એવા રાજુલા તથા જાફરાબાદ તાલુકાના અસરગ્રસ્ત ગામો તથા દરિયાકાંઠા વિસ્તારના લોકોને મળ્યા હતા અને તેમના ઈલેકટ્રીસીટી, પાણી, ખોરાક જેવી પ્રાથમિક જરૂરિયાત અંગેના પ્રશ્નો તથા મુશ્કેલીઓ સાંભળી, જનજીવન સામાન્ય થાય તે માટે પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા સઘન પ્રયત્નો હાથ ધરેલ હોવાનું જણાવી, સાંત્વના પાઠવેલ હતી. વાવાઝોડા પૂર્વે અમરેલીજિલ્લા પોલીસ દ્વારા વાવાઝોડાથી સંભવિત અસરગ્રસ્ત વિસ્તારના લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવેલ હતા. જેના કારણે મોટી જાનહાની થતી અટકવાવી શકાયેલ હતી. પોલીસની આ સમયસૂચકતા અને કામગીરી સંતોષકારક જણાયેલ હતી.
રાજય પોલીસ વડા દ્વારા અમરેલી જિલ્લાના રાજુલા તથા જાફરાબાદ પોલીસ લાઈનની વિઝીટ કરવામાં આવેલ હતી અને પોલીસ પરિવારોની મુલાકાત લઈ તેમની રજૂઆતો સાંભળી, પ્રશ્નોના યોગ્ય નિરાકરણ અંગે તજવીજ કરેલ હતી.
રાજય પોલીસ વડા દ્વારા અમરેલી જિલ્લાના વાવાઝોડા અસરગ્રસ્ત વિસ્તારના નાયબ પોલીસ અધિક્ષક તથા પોલીસ ઈન્સ્પેકટર સહિતના અધિકારીઓ સાથે મિટીંગ કરી જનજીવન પૂર્વવત સામાન્ય બને તે માટે પોલીસ સુરક્ષા પૂરી પાડવા અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે જરૂરી સૂચના અને માર્ગદર્શન આપવામાં આવેલ હતું.
Recent Comments