રાજુલા-પીપાવાવના રસ્તા પર એક સાથે ચાલતા જાેવા મળ્યા પાંચ સિંહ
સિંહનું ઠેકાણુ જંગલ છે પણ અવાર નવાર સિંહ રસ્તો બદલીને રસ્તા પર ફરતા જાેવા મળતા હોય છે. રાજુલા-પીપાવાવ રોડ પર એક સાથે પાંચ સિંહ રસ્તા પર ફરતા જાેવા મળ્યા હતા. આ આખી ઘટના કેમેરામાં કેદ થઇ ગઇ હતી. રસ્તા પર ચાલતા સિંહનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
રાજુલા-પીપાવાવ હાઇવે પર અચાનક એક સાથે પાંચ સિંહ રાતના સમયે ફરતા જાેવા મળ્યા હતા. કોરોનાને કારણે હાઇવે પર રાતના સમયે લોકોની અવર જવર ઓછી જાેવા મળે છે જેને કારણે સિંહ હાઇવે પર ફરતા જાેવા મળે છે.
ચોમાસાની સિઝન ચાલી રહી છે અને સિંહના મેટિંગનો સમય ચાલી રહ્યો છે. એવામાં તે જંગલ છોડીને રસ્તા પર આવી જાય છે પરંતુ તે હાઇવે પર જાેવા મળે તે ઘણુ ઓછુ જાેવા મળે છે. મેટિંગ સમયે સિંહનો વ્યવહાર ઘણો ખતરનાક થઇ જાય છે. અમરેલીમાં સિંહની સંખ્યા ૪૦૦થી વધુ થઇ ગઇ છે, એવામાં શિકારની કમી જાેવા મળે છે ત્યારે સિંહ અવાર નવાર ગામડાઓમાં ઘુસીને ઘરેલુ પશુનો શિકાર કરી પોતાની ભૂખને શાંત કરે છે.
Recent Comments