રાજુલા પોલીસ સ્ટેશનના અપહરણ તથા પોક્સોના ગુન્હામાં નાસતા ફરતા આરોપી તથા ભોગ બનનારને ભરૂચ જિલ્લાના દહેજ મુકામેથી હ્યુમન તથા ટેકનિકલ સ્ત્રોતના માધ્યમથી શોધી કાઢતી રાજુલા પોલીસ ટીમ
પોલીસ મહાનિર્દેશકશ્રી સી.આઇ.ડી. ક્રાઇમ અને રેલ્વેઝ ગુજરાત રાજ્ય ગાંધીનગરનાઓ દ્રારા ગુન્હાના કામના નાસતા ફરતા આરોપીઓને પકડવા સારૂ તા.૧૬/૦૩/૨૦૨૨ થી તા.૧૫/૦૪/૨૦૨૨ સુધી ડ્રાઇવ રાખવામાં આવેલ હોય જે અંનુસંધાને અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી નિર્લિપ્ત રાય સાહેબ તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી કે.જે.ચૌધરી સાહેબનાઓ દ્રારા *માથાભારેની છાપ ધરાવતા તેમજ સમાજમાં ભય/આતંકનો માહોલ ઉભો કરનાર શરીર સંબધી ગુન્હામાં સંડોવાયેલ ભાગેડું નાસતા ફરતા આરોપીઓની માહિતી મેળવી તેઓને શોધી કાઢવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે રાજુલા પો.સ્ટે.ના પો.ઇન્સ.શ્રી ડી.વી.પ્રસાદની સુચના અને માર્ગદર્શન નીચે રાજુલા પો.સ્ટે.ના HC ભરતભાઇ એમ.વાળા તથા HC અનોપસિંહ ગગજીભાઇ તથા પો.કોન્સ મિતેશભાઇ કનુભાઇ વાળા તથા WLR તરૂણાબેન મુળજીભાઇ સારીખડા તથા રાજુલા પોલીસ ટીમ દ્રારા રાજુલા પો.સ્ટે. ગુ.ર.નં.૦૧૩૮/૨૦૨૨ IPC કલમ ૩૬૩,૩૬૬ તથા પોકસો ૧૮* મુજબના ગુન્હાના કામના આરોપી તથા ભોગ બનનારને ભરૂચ જીલ્લાના દહેજ મુકામેથી ટેકનિકલ સ્ત્રોતના માધ્યમથી શોધી કાઢી રાજુલા પો.સ્ટે. લાવી આરોપી વિરૂધ્ધ ધોરણસર કાર્યવાહી કરેલ છે.
*પકડાયેલ આરોપી*
*મુન્નાભાઇ સાતાભાઇ હાડગરડા ઉ.વ.૨૩ ધંધો.મજુરી રહે.ખાંભલીયા તા.રાજુલા જી.અમરેલી*
*આ કામગીરી પોલીસ ઇન્સપેકટર શ્રી ડી.વી.પ્રસાદ તથા HC ભરતભાઇ એમ.વાળા તથા HC અનોપસિંહ ગગજીભાઇ તથા PC મિતેશભાઇ કનુભાઇ વાળા તથા WPC તરૂણાબેન મુળજીભાઇ સારીખડા તથા રાજુલા પોલીસ ટીમ દ્વારા કરવામાં આવેલ છે
Recent Comments